Western Times News

Gujarati News

આદિ ગુરુ શંકરાચાર્ચની મુર્તિને એન્જીનિયરો આખરી ઓપ આપવામાં વ્યસ્ત

મધ્યપ્રદેશના ખંડવામાં  ૧૫ સપ્ટેમ્બરથી પૂજા અર્ચના શરુ કરવામાં આવશે, તેમજ ૧૭ સપ્ટેમ્બરથી યજ્ઞ અને અનુષ્ઠાનનો કાર્યક્રમ શરુ કરવામાં આવશે.

મધ્યપ્રદેશના ખંડવામાં સ્ટેચ્યુ ઓફ વનનેસ પ્રોજેક્ટનું નિર્માણ હવે છેલ્લા તબક્કામાં છે. તીર્થનગરી ઓમકારેશ્વરના માંધાતા પર્વત પર બનાવવામાં આવી રહેલ આદિ ગુરુ શંકરાચાર્ચની મુર્તિને એન્જીનિયરો આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.

આ સાથે અનાવરણ માટે મુર્તિની સામેના ભાગમાં બે યજ્ઞશાળા પણ બનાવવામાં આવી છે. આ સિવાય ચાર અલગ અલગ સ્ટેજ પણ બનાવવામાં આવી રહ્યા છે જેના પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

ભવ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી સંત સમુદાય પણ ઉપસ્થિત રહેવાનો છે, જેના કારણે તેમના માટે સિદ્ધપરકુટ પર ટેંટ બનાવવાની કામગીરી શરુ થઈ ગઈ છે. મુર્તિની બન્ને બાજુ ૨૫૦-૨૫૦ સંતો બિરાજમાન થશે. અહીં ૧૫ સપ્ટેમ્બરથી પૂજા અર્ચના શરુ કરવામાં આવશે, તેમજ ૧૭ સપ્ટેમ્બરથી યજ્ઞ અને અનુષ્ઠાનનો કાર્યક્રમ શરુ કરવામાં આવશે.

આ સાથે ભવ્ય કાર્યક્રમમાં જન આશિર્વાદ યાત્રાની વ્યવસ્થા માટે મુખ્યમંત્રી શિવરાજસિંહે પણ હેલીકોપ્ટર દ્વારા મુર્તિના નિર્માણ સ્થળની મુલાકાત કરી હતી.

સ્ટેચુ ઓફ વનનેસના નામથી માંધાતા પર્વત પર ચાલી રહેલા આ પ્રોજેક્ટના અનાવરણની તારીખ લગભગ નક્કી થઈ ચુકી છે. અને જીલ્લા પ્રશાશનના કહેવા પ્રમાણે આગામી ૧૮ તારીખના રોજ પ્રતિમાની અનાવરણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે દેશભરમાંથી સાધુ સંતોને બોલાવવામાં આવ્યા છે.

જેઓ અહીં ધાર્મિક અનુષ્ટાન અને હવન પુજન કરશે. ભવ્ય કાર્યક્રમને લઈને તેના માટે વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમા સાફ સફાઈ, રોડ નિર્માણ, પેવર બ્લોક લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો તેની મુર્તિની સામે પા‹કગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આદિ ગુરુ શંકરાચાર્ચની મુર્તિને મુખ્ય દક્ષિણ દિશામાં એટલે કે ઓમકારેશ્વર જ્યોતિલિંગ અને નર્મદા નદી બાજુમાં રાખવામાં આવશે. પ્રસિદ્ધ ચિત્રકાર વાસુદેવ કામતે ૧૧ વર્ષના શંકરાચાર્યનું દુર્લભ ચિત્ર તૈયાર કર્યુ છે. આ સાથે પીએમ મોદીની સંભવિત મુલાકાત દરમ્યાન ૭૦૦ કરોડના ખર્ચે બનેલા સંગ્રહાલય, પા‹કગ તથા સુચના કેન્દ્ર વગેરેના નિર્માણકાર્ય તથા ભૂમિપૂજન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.