Western Times News

Gujarati News

અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટને પોલીસે કચડી નાખી

નવી દિલ્હી, અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થીનીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયા પછી ત્યાંની પોલીસે સંવેદનાપૂર્વક કામ કરવાના બદલે આ ઘટનાને સાવ હળવાશથી લીધી અને મજાકમસ્તી કરી છે. જ્હાનવી કંડુલા નામની ૨૩ વર્ષીય યુવતી મૂળ આંધ્ર પ્રદેશની હતી અને અમેરિકામાં ગ્રેજ્યુએટ થવા માટે આવી હતી.

જાન્યુઆરીમાં એક એક્સિડન્ટમાં તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત પણ પોલીસ પેટ્રોલ વાહનની ટક્કરથી થયો હતો. દુઃખની વાત એ છે કે આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીઓ આ એક્સિડન્ટને ગંભીરતાથી લેવાના બદલે હસી રહ્યા હતા અને મજાક કરી રહ્યા હતા. અમેરિકન પોલીસ અધિકારીની આવી હરકત કેમેરેમાં રેકોર્ડ થઈ ગઈ હોવાથી તેની સામે તપાસ શરૂ થઈ છે.

ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ પ્રમાણે ત્નટ્ઠટ્ઠરહટ્ઠદૃૈ દ્ભટ્ઠહઙ્ઘેઙ્મટ્ઠ નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીના સિયેટલ કેમ્પસમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરતી હતી. જાન્યુઆરીમાં એક પોલીસ પેટ્રોલિંગ વાહને તેને ટક્કર મારી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યાર પછી તપાસ કરવા આવેલા પોલીસ અધિકારી માનવતા નેવે મુકીને હસતા હતા અને યુવતી વિશે જાેક કરતા હતા.

આ ઘટના પોલીસના બોડી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. સોમવારે આ વિડિયો રિલિઝ થયો છે જેમાં ડેનિયલ ઓડરર નામના પોલીસ અધિકારી એક્સિડન્ટની તપાસ કરે છે. અકસ્માત પછી તેણે પોલીસ ઓફિસર્સ ગિલ્ડના પ્રેસિડન્ટ સાથે વાત કરી હતી. તેમાં જરાય સંવેદના રાખ્યા વગર તે બોલે છે કે “તે તો મરી ગઈ છે.

આ તો નોર્મલ વ્યક્તિ છે.” ત્યાર પછી તે મોટા અવાજે હસતા હસતા કહે છે કે, “હવે ૧૧ હજાર ડોલરનો ચેક લખી નાખો. ત્યાર પછી પોલીસ અધિકારી કહે છે, “તેની ઉંમર આમેય ૨૬ વર્ષ હતી. તેની વેલ્યૂ લિમિટેડ હતી.” સિયેટલના પોલિસ કમિશનના અધિકારીએ જણાવ્યું કે પોલીસ ઓફિસર ઓડરર અને તેના સહકર્મચારી વચ્ચે થયેલી વાતચીત અત્યંત પીડાદાયક અને સંવેદનાહીન છે. સિયેટલના લોકોએ પોલીસ પર ભરોસો મુક્યો છે અને પબ્લિક સેફ્ટી માટે તેઓ પોલીસને પસંદ કરે છે.

જ્હાનવી કંડુલા આંધ્ર પ્રદેશના કુર્નુલ જિલ્લાની વતની હતી. સાઉથ લેક યુનિયનમાં પોલીસ પેટ્રોલ વાહન સાથે ટક્કર પછી તેનું મોત નિપજ્યું હતું. પોલીસ અધિકારી તેના વાહનને લઈને કોઈ જગ્યાએ જતા હતા ત્યારે જ્હાનવી કુંડુલા રસ્તો ક્રોસ કરી રહી હતી અને પોલીસ વાહન સાથે ટકરાઈ ગઈ હતી. તે સમયે પોલીસના વાહનની ઝડપ ૫૦ માઈલ પ્રતિ કલાક એટલે કે ૮૦ કિમીની હતી તેવો દાવો કરાયો હતો.

પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે વાહનની ઝડપ ૭૫ માઈલ એટલે કે ૧૨૦ કિમી પ્રતિ કલાક કરતા વધુ હતી. આટલી સ્પીડમાં આવતા વાહન સાથે ટકરાવાના કારણે જ્હાનવીને મલ્ટિપલ ઈન્જરી થઈ હતી. આ દરમિયાન પોલીસ વિભાગે કહ્યું કે તેમણે પારદર્શિતા જાળવવા માટે વિડિયો રિલિઝ કર્યો છે. તેથી તેના વિશે તેઓ અત્યારે કોઈ કોમેન્ટ કરવા માંગતા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.