Western Times News

Gujarati News

કપલ ઉડતા વિમાનનાં ટોઇલેટમાં શારીરિક સંબંધ માણતુ ઝડપાયું

નવી દિલ્હી, સોશ્યલ મીડિયા પર એક વિડીયો આજકાલ વાયરલ થયો હતો જેમાં ઇઝીજેટ એરલાઇન્સની એક ફ્લાઇટમાં સવાર બે મુસાફરો જ્યારે પ્લેનના રેસ્ટરૂમમાં શારીરિક સંબંધ માણવામાં વ્યસ્ત હોવાનું જણાયું ત્યારે તેમને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

૮મી સપ્ટેમ્બરે બનેલી આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેના કારણે સત્તાવાળાઓ દ્વારા તેમને વિમાનમાંથી હટાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના ત્યાર પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, લાખો વ્યૂઝ પણ મળ્યા છે. આ વિડિયોમાં દેખાય છે કે, એક સ્ટાફ મેમ્બર શૌચાલયના દરવાજાની બહાર રાહ જાેતો જાેવા મળ્યો હતો જ્યારે મુસાફરો બેચેન હતા અને રાહ જાેઈ રહ્યા કે તે ક્યારે ખોલશે. જ્યારે આખરે દરવાજાે ખૂલ્યો ત્યારે એક કપલ ખરાબ સ્થિતિમાં પકડાઈ ગયું હતું.

વિડીયોમાં દેખાયું હતું કે આ કાંડમાં સામેલ વ્યક્તિએ ઉતાવળથી દરવાજાે બંધ કરી દીધો હતો અને અન્ય મુસાફરો તરફથી ઉત્સાહ અને આશ્ચર્યજનક ચીસો પાડી. એક મહિલાએ “ઓહ માય ગોડ” કહીને તેના મિત્રને પૂછ્યું કે શું તેણે આ ઘટનાને કેમેરામાં પણ કેદ કરી લીધી છે? જાે કે એ જાણવા નથી મળ્યું કે શૌચાલયનો દરવાજાે ખોલતા પહેલા તેઓ અગાઉથી નજર માંડીને કેમ બેઠા હતા.

પણ તેમ છતાં, કેબિન ક્રૂ અને કેટલાક મુસાફરો બંને દેખીતી રીતે શરમ અનુભવતા દેખાયા, અને આ ઘટના બાદ કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેની શરમથી પોતાનાં મોં ઢાંકી દીધા.

વિડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો અને લોકોમાં રમૂજી ટિપ્પણીઓ પેદા કરી. એક યુઝરે કટાક્ષ કર્યો હતો કે, “ઇઝીજેટમાં કોઈ ઇઝી હતું,” જ્યારે બીજાએ પુખ્ત વયના લોકોની પ્રતિક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, “બીજા પુખ્ત વયના લોકો હસતા શા માટે હતા? જાણે કે તેઓએ પહેલાં ક્યારેય જાતીય આનંદ વિશે સાંભળ્યું જ ન હતું?!!” ત્રીજા યુઝર્સે કહ્યું હતું કે, “આશા છે કે તે પાઇલટ નહીં હોય.” ઈઝીજેટના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, “અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે ૮ સપ્ટેમ્બરના રોજ લ્યુટનથી ઈબિઝા જતી આ ફ્લાઈટમાં બે મુસાફરોની વર્તણૂકના કારણે આગમન સમયે પોલીસ મળી હતી.”

તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો કે સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી, અને ફ્લાઇટના ઇબિઝા એરપોર્ટ પર આગમન સાથે જ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. જાે કે આ ઘટનામાં સામેલ બે મુસાફરો સામે શું પગલાં લેવામાં આવ્યા હતા તે કોઈને ખબર નથી.

જાે કે ફ્લાઇટમાં જાતીય પ્રવૃત્તિઓને સંબોધતો કોઈ ચોક્કસ યુકેનો કાયદો પણ છે. જે અંતર્ગત જાતીય અપરાધ અધિનિયમ ૨૦૦૪ ની કલમ ૭૧ હેઠળ “જાહેર શૌચાલયમાં ઇરાદાપૂર્વક જાતીય પ્રવૃત્તિઓમાં જાેડાવા માટેનો ગુનો” ગણવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.