Western Times News

Gujarati News

અમદાવાદમાં રોડ માટે 800 કરોડના કામ મંજૂર થયા

પ્રતિકાત્મક

AMC 910 દિવસના કાર્યકાળ દરમિયાન 19 હજાર કરોડના વિકાસ કામો કર્યા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ર૦ર૧થી ર૦ર૬ની ટર્મમાં પ્રથમ અઢી વર્ષનું મુદ્દત પૂર્ણ થઈ છે. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ ૯૧૦ દિવસના કાર્યકાળ દરમિયાન રૂા.૧૯ હજાર કરોડના વિકાસ કામો કર્યા છે. જેમાં રોડ કમિટીના એન્ડ બિલ્ડિંગ કમિટીના રૂા.રપ૦૦ કરોડ કરતા વધુ રકમના કામોનો સમાવેશ થાય છે.

મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા શહેરમાં છેલ્લા અઢી વર્ષ દરમ્યાન રૂા.૮૦૮.૮પ કરોડના રોડ કામ મંજૂર કર્યા છે. જે પૈકી રૂા.૩૮૩.૭૦ કરોડના કામ પૂર્ણ થયા છે જ્યારે રૂા.ર૮૦.પ૬ કરોડના ૧ર૯ કામ ચાલી રહ્યા છે. કમિટીની મુદ્દત દરમ્યાન કુલ ૪૩૦ કામ મંજૂર કરવામાં આવ્યા છે.

અઢી વર્ષની મુદ્દત દરમ્યાન ૧પ૦૬૯ર૯ મેટ્રિક ટન હોટમિક્સનો રેકોર્ડબ્રેક વપરાશ થયો છે. આ ઉપરાંત શહેરમાં છેલ્લા અઢી વર્ષ દરમ્યાન બ્રિજના રૂા.૧પ૪ર.પ૮ કરોડના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી સાત બ્રિજના કામ પૂર્ણ થઈ ગયા છે જ્યારે ૧૬ બ્રિજના કામ ચાલી રહ્યા છે.

આ સમયકાળ દરમ્યાન બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત ૬૦ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકી ૯ બિલ્ડિંગના કામ પૂર્ણ થઈ ગયા છે. કમિટી દ્વારા ૯૧૦ના કાર્યકાળ દરમ્યાન રોડ, બ્રિજ અને બિલ્ડિંગને લગતા કુલ રૂા.રપ૪૭.૬૧ કરોડના પ૧૯ કામો મંજૂર કરવામાં આવ્યા છે.

જે પૈકી રૂા.પ૧પ કરોડના ખર્ચથી રપ૧ કામ પૂરા થયા છે જ્યારે ૧૭૪ કામ ચાલી રહ્યા છે જેમાં રોડના ૧ર૯ બ્રિજના ૧૬ અને બિલ્ડિંગના ર૯ કામોનું સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.