Western Times News

Gujarati News

દેશની વિકાસગાથામાં અદાણી ગ્રુપનું ત્રણ દાયકાથી અવિરત યોગદાન       

ઉત્કૃષ્ટ સેવાઓ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સર્જનમાં અગ્રેસર

અમદાવાદ, ભારતના અર્થતંત્રના સતત વિકસતા લેન્ડસ્કેપમાં અદાણી જૂથ નવીનતા, વૈવિધ્યકરણ અને ટકાઉપણાના પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે. ભારતની આર્થિક અને ઔદ્યોગિક વિકાસ યાત્રામાં અદાણી જૂથ અવિરત યોગદાન આપી રહ્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી પોર્ટસ, એરપોર્ટસ, લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવાઓ સાથે ભારતના વિકાસમાં યોગદાન કરી રહ્યું છે.

પોર્ટ સેક્ટરથી શરૂ અદાણી જૂથની યાત્રા ભારતના અર્થતંત્રના લગભગ દરેક પાસાઓને સ્પર્શતા સમૂહોમાં પહોંચી ચૂકી છે. સંરક્ષણ, એરોસ્પેસ, રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ ટેક્નોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં જૂથે વૈવિધ્યીકરણ, નવીનતા અને વૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) સમગ્ર ભારતમાં બંદરોના નેટવર્કનું સંચાલન કરે છે. દેશની આર્થિક પ્રવૃતિઓમાં અને આંતરરાષ્ટ્રીય વેપારમાં બંદરોનું નેટવર્ક મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં, વિવિધ વ્યવસાયિક સાહસો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મોટી સંખ્યામાં રોજગાર સર્જનમાં યોગદાન આપ્યું છે.

ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં ડેટા વપરાશ અને સંગ્રહની વધતી જતી માંગને પહોંચી વળવા અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) એ અદ્યતન ડેટા કેન્દ્રો સ્થાપિત કરવા પહેલ કરી છે. જેનો ઉદ્દેશ્ય 1 GW ક્ષમતા સાથે ભારતને ડિજિટલ પરિવર્તનમાં મદદરૂપ થવાનો છે.

અત્યાધુનિક હાઇપરલોકલ ડેટા સેન્ટર્સની શરૂઆત ચેન્નાઈથી કરવામાં આવી છે. જેને હૈદરાબાદ, નોઈડા, પુણે, મુંબઈ અને બેંગલુરુમાં સ્થાપિત કરાશે. ખાસ વાત એ છે કે, ડેટા સેન્ટર સુવિધાઓથી થતા ઉત્સર્જનને ઘટાડવા 100 % રિન્યુએબલ એનર્જી સંચાલિત નેટવર્ક બનાવાઈ રહ્યું છે.

2030 સુધીમાં વિશ્વનું સૌથી મોટું પાવર જનરેટર બનવાની યોજના સાથે અદાણી જૂથ રિન્યુએબલ એનર્જીમાં નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે. જૂથ દ્વારા ભારતમાં ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા આગામી દાયકામાં $50 બિલિયન સુધીનું રોકાણ નક્કી કરવામાં આવ્યું છે. પ્રારંભિક તબક્કામાં 1 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન તબક્કાવાર 3 મિલિયન ટન સુધી પહોંચાડવાની યોજના છે.

AELની એક શાખા અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં મોખરે છે. ગુજરાતમાં મુંદ્રા SEZ ખાતે જૂથની વિસ્તૃત સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવા માટે સુયોજિત છે. દરિયાઈ પાણીનું ડિસેલિનેશન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં વપરાતા ઈલેક્ટ્રોલાઈઝર માટે ટકાઉ જળ સ્ત્રોતની ખાતરી કરશે.

ગ્રીન એનર્જીમાં અગ્રેસર અદાણી ગ્રુપ હરિયાળા અને સમૃદ્ધ ભવિષ્ય તરફ ભારતની પ્રગતિનું પ્રતીક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.