Western Times News

Gujarati News

રાજ્યના ૮૯ તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો

પ્રતિકાત્મક

ગીર ગઢડા, આણંદ, જંબુસર, ઉના, ઉંમરગામ, ચોટીલા, વાંસદા, ભિલોડા, બગસરા, કુંકાવાવ, વડિયા વગેરે તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અમદાવાદ, રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી, કેમ કે ગુજરાતના માથા પર કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની સંભાવના નથઈ. રાજ્યમાં ભેજવાળું વાતાવરણ અને ગરમીનો અહેસાસ થશે.

દરમિયાન, ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રો કહે છે, રાજ્યના ૨૬ જિલ્લાના ૮૯ તાલુકામાં દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યારે વરસાદની સરેરાશ ટકાવારી ૧૦૪.૨૯ ટકા થઈ છે.

બનાસકાંઠાના દાંતા, ભાવનગરના મહુવા, ખેડાના માતર, છોટાઉદેપુરના સંખેડામાં દોઢ ઈંચ, ખેડા તાલુકા અને રાજકોટના કોટડાસાંગાણીમાં એક ઈંચથી વધુ, છોટાઉદેપુરના જેતપુર-પાવી, દાહોદના સંજેલી, ખેડાના નડિયાદ, મહીસાગરના લુણાવાડા, દાહોદના ધાનપુર, અમદાવાદના ધોલેરા, બોટાદના ગઢડા અને રાણપુરમાં એક ઈંચ જેટલો, પંચમહાલના જાંબુઘોડા, નવસારીના ખેરગામ, વલસાડના ધરમપુર, ખેડાના વસો, આણંદના ખંભાત, છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી, દાહોદના ઝાલોદ, નવસારીના ગણદેવી, મહીસાગરના સંતરામપુર, અમદાવાદના ધંધુકા, દાહોદના ગરબાડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરા- નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથના ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે.

આજે શુક્રવારે પણ રાજ્યના આ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. તા.૩૦ સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી તેમજ જૂનાગઢ, ગીર-સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે, જાેકે તા.૨ ઓક્ટોબરથી ગુજરાતભરમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

રાજ્યમાં દેશભરની સાથે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, જાેકે વરસાદ વિદાય લેતો હોઈ કોઈ-કોઈ સ્થળે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે, પરંતુ હવે છૂટાછવાયા વરસાદનું જાેર રહેશે. ખાનગી હવામાન એજન્સીએ પણ રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે.

દક્ષિણ પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે. અગાઉ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના હતી. પરંતુ હવે વાતાવરણ સ્વચ્છ થઈ ગયું છે.

રાજ્યમાં ઝોનદીઢ વરસાદની ટકાવારી તપાસીએ તો કચ્છમાં સૌથી વધુ ૧૬૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૩.૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૮.૮૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯૮.૩૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો ૯૨.૬૮ ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના તમામ ૨૫૧ તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે, જે પૈકી ૭૨ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ, ૧૪૧ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ, ૩૮ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.