Western Times News

Gujarati News

ચોમાસું વિદાય લઈ રહ્યું છે પણ વરસાદ નહીં!

નવી દિલ્હી, લગભગ ૩ મહિના સુધી દેશને પલાળ્યા બાદ હવે ધીરે ધીરે ચોમાસું જાણે વિદાય લઈ રહ્યું છે. આગામી ૧-૨ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ચોમાસાની વાપસીની સ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. જાે કે છૂટાછવાયા ઝાપટાનો દોર દેશના વિવિધ ભાગોમાં હજુ પણ ચાલુ છે. ગુજરાત સહિત દેશમાં વરસાની સ્થિતિ અંગે શું આગાહી કરાઈ છે તે ખાસ જાણો.

કર્ણાટકના ઉત્તર તટ, દક્ષિણ કોંકણ અને ગોવા પાસે પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે. આ દબાણ આગામી ૨૪ કલાક દરમિયાન ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. મ્યાંમાર અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર બનેલી ચક્રવાતી પરિસંચરણના કારણે પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર પણ ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે. તે ઉત્તરી ઓડિશા અને પશ્ચિમ બંગાળ તટ પર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ ઉત્તર પ્રદેશ, સિક્કિમ, પૂર્વ મધ્ય પ્રદેશ, અને આંતરિક તમિલનાડુમાં હળવા વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, બિહારના કેટલાક ભાગો, આંધ્ર પ્રદેશ, તેલંગણા, વિદર્ભ, મરાઠાવાડા, તમિલનાડુના કેટલાક ભાગો અને લક્ષદ્વિપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશાના કેટલાક ભાગો, તટીય કર્ણાટક, કેરળ, કોંકણ અને ગોવા તથા મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.

રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ૪ દિવસને લઈને વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ૨ દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ભેજના કારણે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ૨ દિવસ બાદ સામાન્ય વાતાવરણ રહેશે.

વરસાદની નહિવત શકયતા. અમદાવાદ ગાંધીનગરમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ઉત્તર રાજસ્થાનથી થઈ ચૂકી છે. ગુજરાત માંથી ચોમાસુ વિદાય લેવા માટે હજુ સમય લાગશે. વાદળો હટી ગયા એટલે બપોરે ગરમી લાગે છે. જ્યારે છૂટો છવાયો વરસાદને લઈને રાત્રે ઠંડક રહે છે.

રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા ૧૯ ટકા વધુ વરસાદ રહ્યો. ગાંધીનગરમાં ૨૪ ટકા, અમદાવાદમાં ૨૧ ટકા અને વડોદરા ૨૧ ટકા ઓછો વરસાદ રહ્યો. જ્યારે કચ્છમાં ૮૩ ટકા વધુ વરસાદ રહ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.