Western Times News

Gujarati News

સપ્ટેમ્બરમાં GST કલેક્શન 1.62 લાખ કરોડ: એપ્રીલમાં 1.87 લાખ કરોડ હતું

એપ્રિલમાં સરકારી તિજાેરીમાં ૧.૮૭ લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. જે એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ ૨૦૨૨ કરતા ૧૨ ટકા વધુ હતું.

ઇન્ટિગ્રેટેડ જીએસટીના (IGST) આંકડામાં માલની આયાતમાંથી મળેલા રૂ. ૪૧,૧૪૫ કરોડનો પણ સમાવેશ થાય છે.

(એજન્સી)નવી દિલ્હી, સપ્ટેમ્બર મહિનો જીએસટીથી કમાણીની દૃષ્ટિએ ઉત્તમ સાબિત થયો છે. જીએસટી એટલે કે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ હવે દર મહિને કેન્દ્ર સરકારની તિજાેરીમાં લાખો કરોડો રૂપિયા નાખે છે. સપ્ટેમ્બરમાં સરકારનું જીએસટી કલેક્શન રૂ. ૧,૬૨,૭૧૨ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે સરકારનું GST કલેક્શન રૂ. ૧.૬૦ લાખ કરોડને વટાવી ગયું છે.

અગાઉ ઓગસ્ટ મહિનામાં સરકારને જીએસટી માંથી ૧,૫૯,૦૬૯ કરોડ રૂપિયા મળ્યા હતા. આ ૬ મહિનામાં પ્રથમ વખત રૂ. ૧.૬૦ લાખ કરોડથી ઓછું જીએસટી કલેક્શન હતું. તે પહેલા સરકાર માર્ચ ૨૦૨૩ પછી દર મહિને ૧.૬૦ લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરતી હતી.

જાે એક વર્ષ પહેલાની સરખામણી કરવામાં આવે તો ઓગસ્ટમાં જીએસટી કલેક્શન પણ સારું હતું, કારણ કે ઓગસ્ટ ૨૦૨૨ની સરખામણીમાં કલેક્શનમાં ૧૧ ટકાનો વધારો થયો હતો.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ જીએસટીની દૃષ્ટિએ ઘણું સારું સાબિત થઈ રહ્યું છે. આ નાણાકીય વર્ષની શરૂઆત નવા રેકોર્ડ સાથે થઈ હતી, જ્યારે એપ્રિલમાં સરકારી તિજાેરીમાં ૧.૮૭ લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. જે એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ ૨૦૨૨ કરતા ૧૨ ટકા વધુ હતું.

ઉપરાંત અત્યાર સુધીના કોઈપણ એક મહિનામાં જીએસટી કલેક્શનનો આ શ્રેષ્ઠ આંકડો હતો. સપ્ટેમ્બર મહિના દરમિયાન સરકારને કેન્દ્રીય GSTમાંથી રૂ. ૨૯,૮૧૮ કરોડ, રાજ્ય જીએસટી માંથી રૂ. ૩૭,૬૫૭ કરોડ અને સંકલિત જીએસટી માંથી રૂ. ૮૩,૬૨૩ કરોડ મળ્યા હતા.

ઇન્ટિગ્રેટેડ જીએસટી ના આંકડામાં માલની આયાતમાંથી મળેલા રૂ. ૪૧,૧૪૫ કરોડનો પણ સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.