Western Times News

Gujarati News

બંગાળ, તમિલનાડુ અને તેલંગાણામાં કેન્દ્રીય એજન્સીઓના દરોડા

નવી દિલ્હી, કેન્દ્રીય એજન્સીઓએ ગુરુવારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને તેલંગાણામાં દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના મંત્રી રથિન ઘોષના નિવાસસ્થાન અને કોલકાતા અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં તેમની સાથે જાેડાયેલા ૧૨ સ્થળો પર દરોડા પાડ્યા છે.

આ તરફ ઈડ્ઢ ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ટીટાગઢ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ પ્રશાંત ચૌધરીના નિવાસસ્થાન પર તપાસ કરી રહી છે. પ્રશાંત ચૌધરી સામેની આ કાર્યવાહી ટીટાગઢ નગરપાલિકામાં થયેલા ભરતી કૌભાંડના વિરોધમાં કરવામાં આવી રહી છે.

તમિલનાડુ અને તેલંગાણામાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. ચેન્નાઈ, તમિલનાડુમાં ડીએમકે સાંસદ એસ જગતરક્ષકના ૪૦થી વધુ જગ્યાઓ પર સર્ચ ચાલી રહ્યું છે. હૈદરાબાદ, તેલંગાણામાં ઈન્કમટેક્સે શાસક પક્ષ મ્ઇજી ધારાસભ્ય માગંતી ગોપીનાથ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ઈન્કમટેક્સના અધિકારીઓની એક ટીમ હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સ, કુકટપલ્લી, ગાચીબોવલી સહિત મ્ઇજી ધારાસભ્યના નિવાસસ્થાન અને કાર્યાલય પર સર્ચ કરી રહી છે. આ પહેલા બુધવારે ઈડ્ઢએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા.

લિકર પોલિસી કૌભાંડમાં લગભગ ૧૦ કલાકની પૂછપરછ બાદ ઈડીએ તેની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે ૩ ઓક્ટોબરે કૃષિ ભવન ખાતે હડતાળ પર બેઠેલા મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સહિત ્‌સ્ઝ્ર નેતાઓની અટકાયત કરી હતી.

આ તમામ નેતાઓ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી નિરંજન જ્યોતિને ન મળવાના કારણે કૃષિ ભવનમાં જ ધરણા પર બેઠા હતા. પોલીસે બળજબરીપૂર્વક તમામને ત્યાંથી લઈ ગયા હતા. મહિલા પોલીસે મહુઆ મોઈત્રાને ઉઠાવીને અટકાયત કરી હતી. આ ઉપરાંત તમામ નેતાઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.