Western Times News

Gujarati News

નિયમોના પાલન નહી કરવા બદલ ગુજરાતમાં જ 3 લાખ ડીમેટ ખાતા સ્થગીત

શેરબજારમાં સટ્ટા ન કરી શકે કે મ્યુચ્યુઅલ ફંડ-આઈપીઓમાં રોકાણ પણ ન કરી શકે

(એજન્સી)અમદાવાદ, શેરબજારમાં ઈન્વેસ્ટરોનાં રક્ષણ તથા ગેરરીતિ રોોકવા માટે નવા નિયમો દાખલ કરવામાં આવી જ રહયા છે. ડીમેટ ખાતામાં પાન-આધાર લીકઅપ ફરજીયાત થવા ઉપરાત અધિકૃત મોબાઈલ નંબર-ઈમેઈલ આઈડી અનિવાર્ય કરવા છતાં તેનું પાલન નહી કરનારા ત્રણ લાખ ઈન્વેસ્ટરોનં ડીમેટ ખાતા ફીઝ સ્થગીત કરી દેવામાં આવ્યા છે.

આ ઈન્વેસ્ટરો નિયમ પાલન સુધી શેરબજારમાં રોકાણ નહી કરી શકે તેમજ મ્યુચ્યુઅલ ફંડ કે આઈપીઓમાં પણ રોકાણ નહી કરી શકે.

દેશના અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં ઈન્વેસ્ટર વર્ગ મોટો છે ૩ ઓકટોબરની સ્થિતીએ ગુજરાતમાં ૧.૪૯ કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટરો બીએસઈ ડેટા પ્રમાણે સૌથી વધુ ઈન્વેસ્ટર સંખ્યા મહારાષ્ટ્ર તથા ઉત્તરપ્રદેશ છે. ડીમેટ ખાતા યથાવત રાખવા માટે નિયમોની ભરમાર છે.

કલાયન્ટ વતી નિયમ પાલન પ્રક્રિયા કરવાનું બ્રોકરો માટે પડકારજનક બની ગયું છે. એસોસીએશન ઓફ નેશનલ એકસચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડીયાનાં ડાયરેટકર વૈભવ શાહે કહયું કે અંદાજીત ૩ ટકા ખાતા ફીઝ થઈ ગયા છે. અર્થાત ગુજરાતના ૩ થી૪ ઈન્વેસ્ટરો શેરબજારમાં કામગીરી શકે તેમ નથી. ડીપોઝીટરીીના કેવાયસી નિયમોનુું પાન ન થવા બદલ સેકડો ખાતા જુલાઈથી જ ફીઝ થયેલા છે.

ઈ-મેઈલ કે મોબાઈલ નંબર વેરીફીકેશન પેન્ડીગ રહેવાના સંજાેગોમાં સ્ટોક એકસચેન્જ ખાતા સ્થગીત કરી નાખે છે. અનેક બ્રોકરો એકસચેન્જાેની આડેધડ કાર્યવાહી સામે નારાજગી દર્શાવી રહયા છે. કલાયન્ટની નિયમ પ્રક્રિયા કરવા માટે રાત-દિવસ કામગીરી કરવાનો વખત આવ્યો છે. લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ નામના બ્રોકરેજ હાઉસનાં ગુજરાતના ૧પ ટકા જેટલા કલાયન્ટનાં એકાઉન્ટ ફ્રીઝ થયેલા છે.

તમામ બ્રોકરોને ટેકનોલોજીનું જ્ઞાન નથી એટલે નિયમોનું પાલન કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. અનેક કેસોમાં કલાયન્ટોએ મોબાઈલ નંબર કે ઈ-મેઈલ બદલાવી નાખ્યા હોય છે અને નવા કેવાયસી નિયમો હેઠળ માહિતી અપડેટ કરી ન હોવાથી ખાતા સ્થગીત થયા છે. નવા ખાતા ધારકોને ખાસ તકલીફ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.