Western Times News

Gujarati News

બેંકના ત્રણ કર્મચારીઓએ આચર્યુ કરોડોનું કૌભાંડ: એક મહિલાની પણ સંડોવણી

gold bengles jewellary

પ્રતિકાત્મક

એક્સિસ બેન્કમાં સરપ્રાઈઝ ઓડીટ કરાતા પાંઊચમાં રાખેલા દાગીના શંકાસ્પદ ઓછા વજનના અને નકલી જણાતા ફરિયાદ કરાઈ

(એજન્સી)વેરાવળ, વેરાવળ શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ એક્સિસ બેન્કમાં (Axis bank) સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા અને પોલીસના મતે મુખ્ય માસ્ટર માઈન્ડ એવા માનસિંગ ગઢીયા અને વિપુલ રાઠોડ અને પીન્કી ખેમચંદાણી સહિતના ત્રણેયે મળી પૂર્વ નિયોજીત કૌભાંડ આચાર્યુ.

આ ત્રણેય કૌભાંડીની પોલીસે ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણે કર્મચારીઓ જે કોઈ ગ્રાહક ગોલ્ડ લોન લેવા બેંકમાં આવે તેને નિયમ પ્રમાણે ગોલ્ડ લોન આપી અને તેમના સોનાના દાગીનું ઓડિટ થયા પછી વેરિફિકેશન કર્યા બાદ સોનાના પાઉચમાંથી અસલ દાગીના બહાર કાઢી લઈ તેમાં નકલી દાગીના મૂકી અને ફરી પાછા સાચા દાગીનાની લોન ડમી ગ્રાહકો ઊભા કરી,

અને ફરી તેના નામે એ જ દાગીના પર લોન મેળવતા હતા. એક્સિસ બેન્કમાં સરપ્રાઈઝ ઓડીટ કરાતા પાંઊચમાં રાખેલા દાગીના શંકાસ્પદ ઓછા વજનના અને નકલી જણાતા બેન્ક મેનેજર રામ સોલંકી દ્વારા વેરાવળ પોલીસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન કૌભાંડ મામલે વેરાવળ પોલીસ માં બેન્કના જ ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધાઈ છે. હાલના તબક્કે ૨ કરોડના ૨ કિલો ૭૪૬ ગ્રામ સોનાની ઠગાઈ સામે આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.