Western Times News

Gujarati News

મોડાસામાં નવનિર્મિત પોલીસ હેડ ક્વાર્ટસનું લોકાર્પણ કરાયું

મોડાસા, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નવીન પોલીસ હેડ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરપીઆઈ ક્ચેરી, એમટી ભવન, માઉન્ટેડ ક્ચેરી, ઘાસ ગોડાઉન, ડોગ કેનાલ તેમજ હોર્સ સ્ટેબલનો સમાવેશ થાય છે.

અંદાજે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટરને ખુલ્લું મૂકતા રાજ્ય પોલીસ વડાએ ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ એસપી ક્ચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી.

રાજ્ય પોલીસવડા તરીકે ચાર્જ સંભાળ્યા પછી પ્રથમવાર અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચેલા વિકાસ સહાયે જણાવ્યું કે તેમની કારકિર્દીની શરૂઆત મોડાસાથી થઈ હતી અને પ્રથમ તાલીમમાં સાબરકાંઠા જિલ્લામાં કરી હતી અને ત્યારબાદ પ્રથમ પોસ્ટિંગ મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે થયું હતું.

અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચેલા રાજ્ય પોલીસવડા અને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વિવિધ લોકાર્પણના કાર્યક્રમો પૂર્ણ કરીને એસપી ક્ચેરી પહોંચ્યા હતા જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સમાં જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.