Western Times News

Gujarati News

દાહોદમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધી 8184 જેટલા જીવો બચાવાયા છે

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ના સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ-સમગ્ર રાજ્યમાં આશરે ૫,૭૫,૪૧૧ જેટલા જીવો બચાવ્યા

દાહોદ, દાહોદ ગુજરાત સરકાર દ્વારા ચાલતી ‘કરુણા એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨’ એ પોતાના ૬ વર્ષ પૂર્ણ કર્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ ૩૭ જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે.

આ હેલ્પલાઇનમાં રખડતા પશુ- પક્ષીઓ કે જેના કોઈ માલિક નથી, રોડ એક્સિડન્ટમાં કે કોઈ પ્રકારે ઈજા પામેલ હોય અથવા અન્ય કોઈ રીતે ઘાયલ થયેલ હોય તેવા અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવે છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આશરે ૫,૭૫,૪૧૧ જેટલા જીવો બચાવ્યા છે.

દાહોદ જિલ્લામાં આશરે ૮૧૮૪ જેટલા જીવો આ સેવા દ્વારા બચાવાયા છે. દિવસેને દિવસે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન વિશે લોકો માહિતગાર થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.