Western Times News

Gujarati News

૨૨ કોચની નોન-એસી વંદે સાધારણ ટ્રેન દોડાવવા તૈયારી

નવી દિલ્હી, વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનને સફળતા મળ્યા પછી હવે સામાન્ય લોકો માટે રેલવેએ વંદે સાધારણ દોડાવવાનો ર્નિણય લીધો છે. વંદે સાધારણ ૨૨ કોચની નોન-એસી ટ્રેન હશે અને ઓક્ટોબરના અંતથી જ તે શરૂ થઈ જશે. હાલની સામાન્ય ટ્રેનોની તુલનામાં તેમાં વધુ સુવિધા હશે અને વધારે આરામદાયક હશે તેવું રેલવેનું કહેવું છે.

આ ઉપરાંત તેના એન્જિનની ડિઝાઈન પણ અલગ હશે. ભારતીય રેલવેએ વંદે સાધારણા પ્રથમ રેકને દોડાવવા માટે તૈયારી કરી લીધી છે. એવું કહેવાય છે કે આ ટ્રેનમાં ૧૮૦૦ પ્રવાસીઓને સમાવી શકાશે અને તેની મહત્તમ ઝડપ ૧૩૦ કિમી પ્રતિ કલાક હશે. આ ટ્રેન વંદે ભારત જેવો જ એક્સપિરિયન્સ આપશે તેમ કહેવાય છે. વંદે સાધારણની ખાસ વાત એ હશે કે તેની સીટ વધારે આરામદાયક અને દેખાવમાં સુંદર હશે. તેમાં મોડર્ન લાઈટ ફિક્સર તથા દરેક સીટ માટે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવશે. ટ્રેનમાં બંને છેડે એન્જિન હશે.

એટલે કે તે પુશ એન્ડ પુલ એરેન્જમેન્ટથી ચાલશે. પરિણામે તે ઝડપથી ગતિ પકડી શકશે અને ક્યાંય તેને રિવર્સમાં ચલાવવાની જરૂર નહીં પડે. ૨૨ કોચની આ ટ્રેનની પ્રથમ રેક ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી ખાતે તૈયાર થઈ રહી છે. જે લોકો નોન-એસી ટ્રેનમાં પ્રવાસ કરવા માગે છે અથવા રિઝર્વેશન વગર મુસાફરી કરવી છે તેમના માટે આ ટ્રેન બહુ ઉપયોગી બનશે અને સસ્તી પણ પડશે.

આ ટ્રેનની સીટ અને બર્થ એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ આરામ મળે. આ ટ્રેનનું ઈન્ટિરિયર હાલના જનરલ કોચ જેવું જ છે. પરંતુ તેની પેનલ, એલઈડી લાઈટ, ફેન અને સ્વિચને આધુનિક ડિઝાઈન આપવામાં આવી છે. આ ટ્રેનના દરેક કોચમાં વિકલાંગ લોકો માટે એક ખાસ ટોઈલેટ પણ હશે. આ ઉપરાંત એક પબ્લિક એડ્રેસ સિસ્ટમ હશે.

ટ્રેન કોઈ પણ સ્ટેશન પરથી ઉપડે ત્યારે તેને ગતિ પકડવામાં વાર લાગતી હોય છે. પરંતુ વંદે ભારતની જેમ વંદે સાધારણમાં પણ આગળ અને પાછળ બંને જગ્યાએ લોકોમોટિવ હોવાથી તે પુશ અને પુલ મિકેનિઝમ પર કાર કરશે. તેથી ટ્રેન બહુ ઝડપથી તેની મેક્સિમમ ઝડપ પ્રાપ્ત કરી લેશે. આ ટ્રેનના કોચને પર્મેનન્ટ કપલરથી જાેડવામાં આવશે જેથી ટ્રેન દોડશે ત્યારે આંચકા નહીં આવે.

વંદે સાધારણ એક અપગ્રેડ કરાયેલી ટ્રેન હશે જેમાં વંદે ભારત જેવા જ સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ અને સેકન્ડ ક્લાસ અનરિઝર્વ્ડ કોચિસ હશે. ટ્રેનના ૨૨ કોચમાં લગેજ વેન, જનરલ સેકન્ડ ક્લાસ કોચ, નોન-એસી સ્લીપર કોચ હશે. ચાલુ મહિનાના અંત સુધીમાં આ ટ્રેનનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ જવાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.