Western Times News

Gujarati News

સુરતમાં પાંચ વર્ષનો બાળક રમતાં રમતાં સ્ક્રુ ગળી ગયો

સુરત, શહેરમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષનું બાળક રમતાં રમતાં સ્ક્રુ ગળી ગયું હતુ. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ થતા બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નવાપુરાના વતની પરિવારના બાળક સાથે આ અકસ્માત સર્જાયો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવાપુરના કંરજાળી ગામમાં રહેતા સાજન ગાવીતનો ૫ વર્ષીય પુત્ર ચહલ રમતાં રમતાં ૬ સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ બાળકને ઉલટીઓ થતા તેણે માતાને જાણ કરી હતી. જેથી તેને તાત્કાલિક નંદુરબાર લઈ ગયા હતા.

જ્યાં સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુની શ્વાસનળીમાં ફસાયો હોવાનું સામે આવ્યું હતુ. જેથી બાળકને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બાળકના ફેફસામાં સ્ક્રુ ફસાઇ જવાને કારણે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી.

જેથી પરિવારજનો ગભરાઇ ગયા હતા અને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ઇએનટી વિભાગના ડોક્ટરોની ટીમે શનિવારે રાતે જ તેનું ઓપરેશન કરી લીધું હતુ. ડોક્ટરોની ટીમે મોઢામાં દૂરબીન નાંખીને ધીરે ધીરે સ્ક્રુ કાઢ્યો હતો. આ ઓપરેશનમાં આશરે ૩૦ મિનિટ જેટલો સમય લાગ્યો હતો.

આ અંગે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, જાે સમયસર સ્ક્રુ કાઢવામાં ન આવ્યો હોત તો બાળકને શ્વાસનળીમાં કાંણું પણ પડી શક્યુ હોત. આ ઉપરાંત ન્યૂમોનિયા પણ થઇ શકતો હતો. આ સ્ક્રુને કારણે બાળકનો જીવ પણ જઇ શકે તેમ હતો. આ ઓપરેશનનો ખાનગી હોસ્પિટલમાં ૫૦થી ૬૦ હજાર જેટલો ખર્ચ થઇ શક્યો હોત. પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સારવાર વિનામૂલ્યે થતા પરિવારે ખર્ચ અને સ્ક્રુ નીકળી જતા રાહતનો શ્વાસ લીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.