Western Times News

Gujarati News

ઇઝરાયલી સેનાએ લેબેનોનમાં એર સ્ટ્રાઇક કરી

આતંકવાદી ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા-એર સ્ટ્રાઇક પર ઇઝરાયલની ડિફેન્સ ફોર્સનું નિવેદન સામે આવ્યું છે

(એજન્સી)જેરુસલેમ, ગાઝામાં હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલે લેબેનોનમાં એર સ્ટ્રાઇક કરી છે. ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓના ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા છે.  એર સ્ટ્રાઇક પર ઇઝરાયલની ડિફેન્સ ફોર્સનું નિવેદન સામે આવ્યું છે

જેમાં કહ્યું કે આતંકવાદી સંગઠન હુમલાની તૈયારી કરી રહ્યું હતું. આઇડીએફે એરસ્ટ્રાઇકનો વીડિયો પણ જારી કર્યો છે.આઇડીએફએ લેબેનોનમાં આતંકવાદી સંગઠનના કેટલાક ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે. ૭મી ઓક્ટોબરથી ઈઝરાયલ-હામસ યુદ્ધ શરૂ થયા બાદ ઇરાન સમર્થિત હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના આક્રમ તેવર જાેવા મળી રહ્યાં છે.

ઇઝબુલ્લાના આતંકવાદીઓ ઈઝરાયલના ઉત્તરમાં આવેલા શહેરો પર મિસાલથી હુમલો કરી રહ્યાં છે.
આઈડીએફએ ઇઝરાયલના શહેર પર મિસાઇલ હુમલાની યોજના બનાવી રહેલા લેબેનોના આતંકવાદીઓ પર હુમલો કરી વીડિયો જારી કર્યો છે. આઈડીએફએ નિવેદનમાં કહ્યું કે આ આતંકવાદીઓ એક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની મદદથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા.

અગાઉ આઈડીએફએ એક નિવેદનમાં કહ્યું હતું કે હિઝબુલ્લાના વધતા હુમલાથી લેબેનોનને ધરાર યુદ્ધમાં હોમવાનો ભય પેદા થયો છે. આઈડીએફ અનુસાર સરહદ પારથી સિઝફાયરની આશંકા વધી ગઇ છે. આઈડીએફના પ્રવક્તા જાેનાથન કૉનરિકેસે ચેતવણી આપી કે હિઝબુલ્લા લેબેનોનને એવા યુદ્ધમાં ઢસડી રહ્યું છે જેમાં તેને કંઇ હાંસલ થવાનું નથી,

પરંતુ ઘણું ગુમાવવું પડશે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ૧૬ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. આ યુદ્ધથી બાળકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને દેશોમાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા છે.

સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં માર્યા ગયેલા બાળકોની સંખ્યા વધીને ૧,૮૭૩ થઈ ગઈ છે. તે જ સમયે, ઇઝરાયેલના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.