Western Times News

Gujarati News

શેરબજારની ટીપ આપતી યુ-ટયુબ ચેનલને SEBIએ યુસર્સના 17 કરોડ પરત કરવા આદેશ આપ્યો

સોશ્યલ મીડીયા મારફત ખુદને રોકાણ-કાર-સલાહકાર-શેરબજાર ગુરૂ દર્શાવીને કમાણી કરતો હતો- ‘બાપ-ઓફ ચાર્ટ’ યુ-ટયુબ ચેનલ મારફત પ્રભાવ પાડતા એક એડવાઈઝને તેના 4-4 લાખ યુટયુબ સબસ્ક્રાઈબર્સ

મુંબઈ: ભારતીય શેરબજારમાં ‘ટીપ્સ’ કે પછી ઈન્વેસ્ટર્સ એડવાઈઝના નામે ચોકકસ સ્ક્રીપ્ટની અંદર રોકાણ-વેચાણ કરવા માટે પ્રભાવ પાડે છે તેવા ઈન્ફલુએર્ન્સ સામે સિકયોરીટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રથમ વખત લાલ આંખ કરતા ‘બાપ-ઓફ ચાર્ટ’ યુ-ટયુબ ચેનલ મારફત પ્રભાવ પાડતા એક એડવાઈઝને તેના 4-4 લાખ યુટયુબ સબસ્ક્રાઈબર્સ જેની પાસેથી ‘ફી’ લીધી હતી તેથી રૂા.17.2 કરોડની રકમ પરત કરવા આદેશ આપ્યો છે.

બાપ ઓફ ચાર્ટ એ જાન્યુઆરી-2021થી જુલાઈ 2023 દરમ્યાન જે કઈ ફી વસુલી હતી તે પરત કરવી પડશે. આ ઉપરાંત ‘બાપ ઓફ ચાર્ટ’ના જે ખુદને પણ રોકાણકાર ગણાવતો હતો અને સોશ્યલ મીડીયા- એકસ-ટેલીગ્રામ અને યુટયુબ મારફત ‘સલાહ’ આપતો હતો તે મોહમ્મદ નસીરુદીન અંસારીને ઉપરાંત તેના સહયોગી રાહુલ રાવ, ગોલ્ડન સિન્ડીકી વેન્ચર જે તેઓની કંપની હતી.

તેઓને હાલ બીજા આદેશથી શેરબજારમાં કામ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. તેઓને જે તે શેર માર્કેટ- રીલેટેડ એજયુકેશન ટેનિંગ વિ. કાર્યક્રમ ચલાવવા અને જે જે શેર ખરીદ-વેચાણ કરાવ્યા તેની માહિતી આપવા પણ જણાવ્યું છે. નસીર અને તેના સાથીએ એજયુકેશન કાર્યના નામે તેમના બેન્ક ખાતામાં નાણા મેળવ્યા હતા.

તેઓ સામે જંગી નફો કરતા હોવાનું દર્શાવીને રોકાણકારોને લલચાવ્યા હતા પણ વાસ્તવમાં તેઓએ ‘ખોટ’ ખાધી હતી. તેઓ સોશ્યલ મીડીયા પર બાપ ઓફ ચાર્ટ કોર્ષ વિડીયો મારફત ચલાવતા હતા.

ફાઈવ મિનિટ સ્યોર શોટ પ્રોફીટ
► વોટસએપ-યુટયુબ-ટેલીગ્રામ સહિતની ચેનલ મારફત સલાહ પ્રશ્ર્ને સ્ટોક માર્કેટ નિષ્ણાંત ગણાતો હતો
► એક ખાસ શોમાં પાંચ મિનિટમાં કેમ પ્રોફીટ થાય તે દર્શાવતો હતો.
► 4-4 લાખ સબસ્ક્રાઈબરની સાથે યુટયુબ ચેનલ ચલાવતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.