Western Times News

Gujarati News

હોક્કો હાઉસ ઓફ ચોના પરિવારનો આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ

હોક્કો – નવી આઈસક્રિમ બ્રાન્ડ, ૧૯૪૪ થી આઈસ્કીમ બનાવનાર પરિવાર, મધુર અને અનેરા સ્વાદોના આઈસ્ક્રીમની ઉજવણી કરે છે

આપણા શહેરનાં પ્રથમ આઈસક્રિમ ઉત્પાદક પરિવારો પૈકી એક હોક્કો, એક નવી સ્વાદિષ્ટ વેરાઇટી લઈને આવ્યું છે. હોક્કો, જેનો વારસો ભાગલા પહેલાનાં ભારતનો છે, તેણે આઈસક્રિમની એક વિશેષ શ્રેણી વિચારપૂર્વક તૈયાર કરી છે. જેનો ટેસ્ટ કરવા માટે સૌને આમંત્રણ આપે છે. હોક્કો હાઉસ ઓફ ચોના પરિવારનું છે. જેઓ હેવમોર આઈસક્રીમના સ્થાપકો અને ભૂતપૂવ પ્રમોટરો છે. Chona family is back into making delicious ice creams

તેઓએ ૨૦૧૭માં દક્ષિણ કોરિયન જૂથ લોટેને કંપની વેચતા પહેલાં આઈસ્કોમ ઉધોગમાં કાંતિ લાવી દીધી હતી. ચોના પરિવારની હંમેશા કાંઈક નવું કરવાની ધગશ હવે હોક્કો આઈસક્રિમમાં પરિણમી છે. જેનાં તાજા દૂધની મધુરતા, શ્રેષ્ઠતમ સામગ્રીથી ૧૪૦થી વધુ ફ્લેવર જેમાં પારંપરિક સ્વાદથી લઈને ક્રિએટીવ મિશ્રણ રજૂ થયા છે. તમે કપ, કોન, કેન્ડી, પાર્ટી પેક, કુલ્ફી, ટબ, નોવેલ્ટી, બલ્ક પેક અથવા આઈસક્રીમ કેક પસંદ કરી શકો છો. હોક્કો તમારી પસંદગીના બધા સ્વાદ આવરી લેવા માટે હાજર છે.

હોક્કો નવીનતાના અમારા વારસાને મૂર્તિમંત કરે છે, જ્યાં અમે તે મૂલ્યોને જાળવી રાખ્યા છે, જેણે અમારા પરિવારનાં આઇસ્ક્રીમને ઘરે-ઘરે ગૂંજતું નામ બનાવ્યું છે : પ્રમાણિકતા, સ્વાદ અને ઉત્કૃષ્ટતા માટેનો જુસ્સો. અમારૂં ધ્યેય કાયમી, આનંદદાયક યાદોનું સર્જન કરવાનું છે, જે અમારા ડીએનએમાં છે. કેમકે ખર્ય તો સમય જતાં ભૂલી જવાય છે, પરંતુ ગુણવત્તા ક્યારેય ભૂલાતી નથી.” હોક્કો આઈસ્ક્રીમના સ્થાપક અને ચેરમેન પ્રદીપ ચોના કહે છે. તેમના ૮ દાયકાના અનુભવ અને ગ્રાહકોના અમૃલ્ય પ્રતિસાદને કારણે આઇસ્ક્રીમની સ્વાદિપ્ટ શ્રેણી બનાવવામાં આવી છે.

જેમાં જૂના ક્લાસિક ફ્લેવર જેવાં કે કસાટા, મટકા કુલ્ફી, રોલકટ, લોનાવાલા ચિકી અને તાજમહેલથી માંડીને બિસ્કોટી, કુકો ડો, ફિલ્ટર કોફી, બ્લૂબેરી, ચીઝ કેક તથા અન્ય નવીન ફ્લેવર પણ છે. આ સિવાય એમની વિચારપૂવંક બનાવેલી આઈસ્ક્રીમની શ્રેણી છે. જે  “હેલ્થીઝ” તરીકે જાણીતી છે. જેમાં ઝીરો એડેડ સુગર છે, જે  ઈસ્ક્રીમ રસિકો માટે ડાયેટ પસંદગી તથા અન્ય નિયંત્રણોને ઘ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે.

હોક્કોએ બાવળા ખાતે ૫૦,૦૦૦ લીટર પ્રતિદિન આઈસક્રીમ ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે અતિ આધુનિક આઈસ્ક્રીમ ઉત્પાદનનો પ્લાન્ટ બનાવ્યો છે. તેઓ ઉત્પાદનમાં વધારો કરી રહ્લા છે અને થોડા સમયમાં જ તેની ક્ષમતા બમણી કરશે. હોક્કોમાં અમારું મુખ્ય લક્ષ્ય લોકોને આનંદ પ્રદાન કરવાનું છે. જ્યાં આઈસ્કીમનાં દરેક સ્કૃપ તમને યાદ અપાવે છે કે જ્યારે તમે તમારી ભાગદોડભરી જિદગીમાંથી થોડો સમય કાઢો છો.

અને તે ક્ષણનો લાભ લો છો ત્યારે જીવન વધુ સારુ લાગે છે. હોક્કો આઇઈસ્ક્રીમના સ્થાપક અને મેનેજિગ ડિરેક્ટર અંક્તિ ચોના કહે છે કે, ““લોકોને એક મંચ પર લાવવા, યાદગાર પળોનું સર્જન કરવા અને નવા વિચારોને પ્રેરિત કરવા માટે અને આઈસ્ક્રીમની શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. આપણી ચારે બાજુ સમય સંકોચાઈ રહ્યો છે. ત્વરિત પ્રસન્નતા માટેની અતૃપ્ર ભૂખ છે. આપણે હંમેશા વર્તમાનની, અને તાકિદની સંસ્કૃતિમાં જીવીએ છીએ. કોવિડ રોગયાળા પછીની દુનિયામાં કાર્યસ્થળ અને ઘર વચ્ચેની સીમાઓ અસ્પષ્ટ છે.

આપણો સ્ક્રીન સમય વધી રહ્યો છે. અને સ્ક્રીનની આપણી લત આપણા ધ્યાનનાં ગાળાને ટૂંકાવી રહો છે. હોક્કો આની વિરુદ્ધમાં છે. અમે આશા રાખીએ છીએ કે હાથમાં હોક્કો આઈસ્ક્રીમ  સાથે તમે તમારી જાતને અને વિશ્વને યાદ અપાવશો કે તમે તમારા પોતાના સ્વીટ ટાઇમ માટે હકદાર છો.

હોક્કો આઈસ્ક્રીમ વિષે : ૨૦૨૩માં સ્થપાયેલી હોક્કો આઈસ્કીમ નવીનતાના વારસાને મૂર્તિમંત કરે છે. જે ત્રણ પેઢીઓમાં લગભગ ૮૦ વર્ષની પરંપરાનાં મૂળ ધરાવે છે. “અચ્છાઈ, સચ્યાઈ અને સફાઈ” ના મૂળ મૂલ્યોથી પ્રેરિત હોક્કો ગુણવત્તા, ટકાઉપણા, આઈસ્ક્રીમ નવીનીકરણની સીમાઓને આગળ ધપાવવા માટે સમર્પિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.