Western Times News

Gujarati News

૨૧ દિવસનાં યુદ્ધ પછી ૮૫૦૦ લોકોનાં મોતથી હાહાકાર

નવી દિલ્હી, હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ શાંત થવાનું નામ નથી લઇ રહી. તેનાથી ઉલટું બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ ઘટનાએ ફરી વિશ્વને બે ભાગમાં વિભાજીત કરી દીધું છે.

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે સતત ૨૧ દિવસ સુધી યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં કુલ ૮૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. ગાઝાના હમાસ-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલે વારંવાર હવાઈ હુમલાઓ સાથે પ્રતિક્રિયા આપી છે, જેમાં ત્યાંનાં ૭,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે. જાે સરહદ નજીક તૈનાત ઇઝરાયેલી દળો આક્રમક હુમલો કરે તો મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધવાની ધારણા છે.

ગુરુવારે ઇઝરાયેલની સેનાએ ગાઝામાં ૨૫૦ સ્થળો પર હુમલો કર્યો હતો. દરમિયાન, હમાસે એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં માર્યા ગયેલા બંધકોની અંદાજિત સંખ્યા ૫૦ જેટલી છે. તમને જણાવી દઈએ કે હમાસ હુમલા દરમિયાન લગભગ ૨૨૪ લોકોને બંધક બનાવીને ગાઝા પટ્ટીમાં પોતાની સાથે લાવ્યા હતા. યુદ્ધના બારમા દિવસે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટ હુમલામાં ૫૦૦ લોકોના મોત થયા બાદ પેલેસ્ટાઈન સ્થિત આતંકવાદી જૂથ હમાસ વિરુદ્ધ ઈઝરાયલની કાર્યવાહી શંકાના ઘેરામાં આવી ગઈ હતી. હમાસે તરત જ કહ્યું હતું કે, ઇઝરાયલે હોસ્પિટલ પર હવાઈ હુમલા કર્યા હતા.

જ્યારે ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, પેલેસ્ટાઇનના અન્ય સશસ્ત્ર જૂથ – ઇસ્લામિક જેહાદના આતંકવાદીઓએ ઇઝરાયલ સામે રોકેટ ચલાવ્યું હતું, જે મિસફાયર થતાં ગાઝાની હોસ્પિટલ પર પડ્યું જેમાં અસંખ્ય લોકોના મોત થયા હતા. હમાસના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પટ્ટીમાં મંગળવારે થયેલા હોસ્પિટલ હુમલા સામે ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં અને ૭ ઓક્ટોબરના હુમલા માટે ઓછામાં ઓછા ૩,૪૭૮ લોકો મર્યા હતા.

જ્યારે ઈઝરાયેલે કહ્યું છે કે, ૭ ઓક્ટોબરના હુમલામાં હમાસના આતંકીઓએ તેના લગભગ ૧૪૦૦ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વિશ્વભરના નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, ‘ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના દર્દનાક મોતથી ખૂબ દુખી છું. પીડિતોના પરિવારજનોને મારી હાર્દિક સહાનુભૂતિ અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિનું નુક્શાન ચિંતાનો વિષય છે.’ આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન બુધવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું સમર્થન કરવા માટે ઈઝરાયલ પહોંચ્યા હતા. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હોસ્પિટલ પર રોકેટ હુમલો થવાથી ઓછામાં ઓછા ૫૦૦ લોકોના મોત થયા છે અને ૩૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ઇઝરાયલના લોકોને અત્યાર સુધીનો સૌથી ભયંકર હુમલો સહન કર્યા બાદ ગુસ્સામાં આંધળા ન થવાની અપીલ કરતા કહ્યું છે કે, અમેરિકાએ ૧૧ સપ્ટેમ્બર પછી ભૂલો કરી છે.

ઇઝરાયેલે તેનું પુનરાવર્તન ન કરવું જાેઈએ. બુધવારે તેલ અવીવમાં પોતાના સંબોધનમાં જાે બાઇડને કહ્યું હતું કે, તેઓ શાંતિની શોધમાં ટૂ-સ્ટેટ સમાધાનનું સમર્થન કરે છે. “બધા પેલેસ્ટીનીઓ હમાસ નથી હોતા. ગાઝા હોસ્પિટલમાં થયેલા બ્લાસ્ટ બાદ સીરિયા, ઇજિપ્ત, ઇરાન, જાેર્ડન, લેબેનોન અને મૌરિટાનિયા એવા દેશોમાં સામેલ છે, જેમણે પોતાના દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. બુધવારે બાઇડન વહીવટીતંત્રએ ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન પ્રોગ્રામને નિશાન બનાવતા નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જેનો હેતુ ઇઝરાયલ અને અખાતમાં સાથીઓ માટે તેહરાનના ખતરા તેમજ યુક્રેનમાં શસ્ત્રોની “વિનાશક” અસરનો સામનો કરવાનો છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને આ અંગે માહિતી આપી હતી.

આ પહેલા યૂરોપીય દેશોએ ગત મહીને એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાન પર મિસાઇલ અને પરમાણુ પ્રતિબંધ યથાવત રાખવાનો ર્નિણય લીધો હતો. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, આ કરારનું પાલન નહીં કરવા માટે ઇરાન પર પોતાના પ્રતિબંધ યથાવત રાખશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેને બુધવારના રોજ ગાઝા અને વેસ્ટ બેંક માટે ૧૦૦ મિલિયન ડોલરની માનવીય સહાયની જાહેરાત કરી હતી. ઇઝરાયલના તેલ અવીવની ટૂંકી મુલાકાત દરમિયાન એક સંબોધનમાં બાઇડને કહ્યું કે, ગાઝાના લોકોને ખોરાક, પાણી, દવા અને આશ્રયની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇઝરાયલી મંત્રીમંડળને ગાઝામાં નાગરિકોને જીવન રક્ષક માનવીય સહાય આપવા સંમત થવા વિનંતી છે.

બાઇડને એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, “આ પૈસાથી વિસ્થાપિત અને સંઘર્ષથી અસરગ્રસ્ત ૧૦ લાખથી વધુ પેલેસ્ટાઇનના લોકોને મદદ મળશે અને અમારી પાસે તંત્ર હશે, જેથી આ સહાય જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે – હમાસ કે અન્ય આતંકવાદી જૂથો સુધી નહીં. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીએ યુદ્ધગ્રસ્ત ગાઝામાં એક હોસ્પિટલના કમ્પાઉન્ડ પર રોકેટ હુમલા પછી યુનાઇટેડ સ્ટેટ્‌સ પર ઇઝરાયલના “ગુનાઓ”માં ભાગીદાર હોવાનો આરોપ લગાવ્યો હતો.

જેરૂસલમ પોસ્ટના જણાવ્યા અનુસાર, ઇરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહિયને કહ્યું કે, તમામ ઇસ્લામિક દેશોએ ઇઝરાયલના રાજદૂતોને હાંકી કાઢવા ઉપરાંત ઇઝરાયલ પર તેલ પ્રતિબંધને મંજૂરી આપવી જાેઇએ અને તેનો અમલ કરવો જાેઇએ. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની કચેરીએ બુધવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ ઇજિપ્ત દ્વારા ગાઝામાં સહાયની મંજૂરી આપશે.

અવરોધિત પેલેસ્ટાઇનના પ્રદેશમાં ફક્ત “ખોરાક, પાણી અને દવા”ને જ મંજૂરી આપવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે તેઓ “ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં સેંકડો પેલેસ્ટાઇની નાગરિકોની હત્યાથી ભયભીત છે.” ગુટેરેસે આ હુમલાને વખોળ્યો હતો. પરંતુ કોઈને પણ દોષી ઠેરવ્યા નહોતા. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે ચેતવણી આપી હતી કે, ગાઝામાં પરિસ્થિતિ નિયંત્રણમાં નથી. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “આપણે હિંસાને ચારેય બાજુથી રોકવાની જરૂર છે. દર ક્ષણે આપણે તબીબી સહાય મેળવવા માટે રાહ જાેતા હોઈએ છીએ, તો આપણે જીવ ગુમાવી દઇએ છીએ.”

ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં અસંખ્ય લોકોના મોતના વિરોધમાં અરબ અને મુસ્લિમોએ વિશ્વભરના દેશોમાં રેલીઓ કાઢી હતી. ઇઝરાયલે ગાઝા હોસ્પિટલ પરના હુમલામાં સંડોવણીનો ઇન્કાર કર્યો હોવા છતાં તેમણે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. યુએસ ટ્રેઝરીએ બુધવારે હમાસના ૧૦ સભ્યો, કાર્યકરો અને ફાઇનાન્સરો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા પ્રતિબંધો ગાઝા, સુડાન, તુર્કી, અલ્જીરિયા અને કતાર સ્થિત હમાસના સભ્યોને નિશાન બનાવે છે. હમાસ સાથેના સંઘર્ષમાં ઇઝરાયલને ટેકો આપી રહેલા અમેરિકા અંગેના પોતાના વલણ અંગે સ્પષ્ટતા કરતા જાે બાઇડને કહ્યું હતું કે, “ઇઝરાયેલ પર હુમલો કરવા વિશે વિચારતા કોઈપણ દેશ અથવા અન્ય કોઈ દુશ્મનને મારો સંદેશ એક અઠવાડિયા પહેલા જેવો જ છે કે- તેમ કરવાનું વિચારશો પણ નહીં.

હમાસના ઇઝરાયલ પરના હુમલાની તુલના અમેરિકામાં ૯/૧૧ના ટ્‌વીન ટાવર હુમલા સાથે કરતા બાઇડને કહ્યું કે, “તેને ઇઝરાયેલના ૯/૧૧ તરીકે વર્ણિત કરવામાં આવી રહ્યો છે. પરંતુ એક રાષ્ટ્ર તરીકે ઇઝરાયેલનું કદ જાેતા આ હુમલો પંદર ૯/૧૧ સમાન હતો. તેમણે કહ્યું કે, ઇઝરાયેલને એ પણ સમજવું જાેઇએ કે તેઓએ હુમલા પછી “ગુસ્સા”માં કોઇ પગલું ન ભરે અને યુદ્ધના નિયમોનું પાલન કરવું જાેઈએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને ઇઝરાયલી નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, “તમે યહૂદી દેશ છો, પરંતુ તમે લોકશાહી પણ છો. અમેરિકાની જેમ જ તમે પણ આતંકવાદીઓના નિયમો અનુસાર નથી જીવતા. તમે કાયદાના નિયમ પ્રમાણે જીવો છો. તમે તે નથી છોડી શકતા જે તમને તે બનાવે છે જે તમે છો.” ભૂમધ્ય સમુદ્રમાં યુએસ ડિફેન્સ ફોર્સની તૈનાતી ઝડપથી વધી રહી છે.

અમેરિકા ગમે ત્યારે યુદ્ધમાં ઉતરી શકે છે. બુધવાર સુધીમાં બે કેરિયર સ્ટ્રાઇક જૂથો, એક એમ્ફિબિયસ રેડી ગ્રુપ, મરીન એક્સપિડિશનરી યુનિટ સહિત ૨,૦૦૦ સૈનિકોને હમાસ સામે લડવા માટે ગાઝામાં મોકલવામાં આવ્યા છે. પેન્ટાગોનના પ્રવક્તા સબરીના સિંહે મિલિટ્રી ટાઇમ્સને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, જે સૈન્ય એકમોને સતર્ક કરવામાં આવ્યા નથી તેમને ટૂંક સમયમાં ૨૪ કલાકના રિકોલ સ્ટેટમાં ખસેડવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.