Western Times News

Gujarati News

રાજ્યમાં કમોસમી વરસાદ – અનેક વિસ્તારોમાં કરા પડ્યા

ભારે વરસાદ અને પવનના પરિણામે વૃક્ષો ધરાશાયી ઃ દ્વારકા, અંબાજી, દાતા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠું

અમદાવાદ: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જુદા જુદા ભાગોમાં એકાએક હવામાનમાં આવેલા પલટા વચ્ચે આજે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે જનજીવન ઉપર પણ અસર થઇ હતી. કેટલાક વિસ્તારોમાં તો એક ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો હતો. કરા સાથે વરસાદ પણ ઘણી જગ્યાએ પડ્યો હતો. મહેસાણા, પાટણ, અન્યત્ર વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો હતો. દિયોદર પંથકમાં કરા સાથે વરસાદ થયો હતો. સતત વરસાદના કારણે ઘણી જગ્યાએ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. સુઈ ગામમાં કરા સાથે વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો. ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે. કરા અને વાવાઝોડા સાથે સરહદી સુઈ ગામ પંથકમાં છેવાડાના વિસ્તારોમાં સૌથી વધારે આફત સર્જાઈ હતી.

ગોલપ, નેસડા, પાડણ, રડોસણ, મેઘપુરા, ભરડવા, મમાણા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ થયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ તીવ્ર પવન ફુંકાઈ શકે છે. હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશનની Âસ્થતિ સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠા સહિતના પંથકોના હવામાનમાં નોંધપાત્ર પલ્ટો નોંધાયો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તથા કચ્છ નખત્રાણા, લખપત અને અબડાસાના ઘણા વિસ્તારમાં આજે કમોસમી માવઠા અને વરસાદના કારણે લોકોમાં ભારે આશ્ચર્ય સાથે ભરશિયાળે ચોમાસાનો અનુભવ થયો હતો.


કમોસમી વરસાદના કારણે આ પંથકોમાં માર્ગો અને રસ્તાઓ ભીના થઇ ગયા હતા તો વળી કેટલાક પંથકોમાં તો બરફની વર્ષા થઇ હોય તેમ કરા પડયા હતા. આજે કચ્છ ખાવડા, અબડાસા, માંડવી, કોડાય, મસ્કા , બાગ તો, ભુજના નલિયા સહિતના વિસ્તારોમાં આજે કમોસમી વરસાદના ઝાપટાં પડયા હતા. તો, સૌરાષ્ટ્રમાં રાજકોટના ગોંડલ, પીપરડી, ભરૂડી, જસદણ સહિતના આસપાસના પંથકોમાં ઉપરાંત, લખપત, જામનગર કાલાવડ, સલાયા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં શિયાળાની એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી. કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને
નુકસાન પહોંચ્યું છે. ચોમાસું પાકની જેમ શિયાળુ પાક પણ ધોવાતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક પંથકોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. કચ્છના કેટલાક પંથકોમાં તો એક ઇઁચ સુધીનો વરસાદ નોંધાતા ખેડૂતોના પાકની નુકસાનીની દહેશત બની હતી. તો, પાટણના રાધનપુર, સાંતલપુર, વારાહી સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ ખાબકયો હતો અને સ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

વરસાદ પડયો તે પંથકોના વાતાવરણમાં ઠંડી એકદમ વધી ગઇ હતી અને લોકોને ભરશિયાળે ચોમાસાનો અનુભવ પણ થયો હતો. બીજીબાજુ, ગત મોડી રાત્રે જ લખપત તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ વરસાદ પડ્‌યો હતો. જ્યારે જખૌ બંદર સહિતના વિસ્તારોમાં સવારે પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીરની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના રાજયના કચ્છ-બનાસકાંઠા સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ અને હવામાન બદલાયુ હતું.

ખાસ કરીને દિવસભર વાછળછાયું વાતાવરણ રહ્યું હતું. લખપત તાલુકાના દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે ૧૨ વાગ્યે જારદાર ઝાપટુ પડ્‌યું હતું. જેમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વિભાગે કાશ્મીરની સીસ્ટમના કારણે કચ્છ-ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.