Western Times News

Gujarati News

પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અમલીકરણ? 5 દિવસ કમાઓ અને 2 દિવસ વાપરો

પ્રતિકાત્મક

દેવું કરો ઘી પીઓ…. તહેવારોનું પ્રભુત્વ અકબંધ

છેલ્લાં કેટલાંક વર્ષાેથી દેશના મોટાભાગના લોકોના જીવનધોરણમાં ખાસ્સું પરિવર્તન જાેવા મળ્યું છે. કોરોના મહામારી જેવી આકસ્મિક ઘટનાએ તેમાં ઈંધણ પૂર્યું છેે. લોકોએ ડિજિટલની સાથે-સાથે લાઈફસ્ટાઈલમાં ખાસ્સો બદલાવ આણ્યો છે. ખાસ કરીને કાલે જીવનમાં શું થશે તેની ખબર નથી ?

તેવી માન્યતા સાથે અત્યારે જ સમય છે જલસા કરી લો…પછીનું જાેયું જશે… એવી માનસિકતા નવી પેઢીમાં ડેવલપ થઈ છે એટલે કમાણી વધે તેની સામે ખર્ચ પણ વધે તે સામાન્ય બાબત છે પરંતુ ખર્ચ એટલો ન વધી જાય કે કમાણી ટૂંકી પડવા લાગે તેનો વિચાર કરવો અત્યારના સમયમાં અતિ મહત્ત્વની બાબત છે.

જીને કે હૈ ચાર દિન…. હિન્દી ફિલ્મનું ગીત વાસ્તવિક જીવનમાં યથાર્થ થઇ રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષાેથી ભારતીય લોકોની લાઈફસ્ટાઈલમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. આવક કરતાં ખર્ચનો ગ્રાફ ઝડપી ઊંચો જાેવા મળ્યો છે જેની સીધી અસર પારિવારિક બચત પર પડી છે. આજનો મોટાભાગનો યુવાવર્ગ બચતમાં ઓછું માને છે અને લાઇફસ્ટાઈલને પ્રાધાન્ય આપી રહ્યો છે જેેને આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થઇ રહ્યું હોવાનું કહી શકાય ખરું…. ?

૧૪૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં પાયાની જરૂરિયાતો સિવાયની સવલતો પૂરી પાડવી સરકાર માટે મુશ્કેલ છે. જ્યારે અન્ય વિકસિત દેશોમાં વસ્તી ઓછી છે કમાનાર લોકો પૂરતો ટેક્સ ભરે છેે માટ સરકાર નિવૃત્તિ બાદના લાભો, એજ્યુકેશન તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડી શકે છે જ્યારે આપણા દેશમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા લોકોએ નિવૃત્તિ માટેનું આયોજન કમાણી શરૂ કર્યાથી જ કરી દેવું પડે. આમ કમાણી બાદ પહેલું આયોજન એ નાણાંકીય આયોજનને મહત્ત્વ આપવું જ રહ્યું.

ગ્રાહકોનો પરચેજિંગ પાવર કોરોના મહામારી બાદ ઝડપી વધઅયો છે. ખરીદશક્તિ વધવી એ સારી બાબત છે દેશના અર્થતંત્રને વેગ આપે છે પરંતુ એટલી પણ સારી નથી કે દેવું કરો ઘી પીઓ. જેમ કે જરૂરિયાત ન હોવા છતાં આજે તમામ સેગમેન્ટમાં સરળ ધિરાણ ઉપલબ્ધ છે માટે લોન લઈને જલસા કરોની નીતિથી દૂર રહેવું જાેઈએ. આપણા માટે રોટી, કપડાં અને મકાન પાયાની જરૂરિયાત છે ત્યાર બાદની તમામ વસ્તુઓ લાઈફસ્ટાઈલની બની જાય છે.

તાજેતરમાં જ એક રિપોર્ટ બહાર આવ્યો જેમાં કોન્ફરન્સ ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)નો અંદાજ છે કે તહેવારોની સિઝનમાં લગભગ ૩ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થશે. ગયા વર્ષે તહેવારોની સિઝનમાં લગભગ ૨.૫ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે દેશભરમાં લગભગ ૬૦ કરોડ રિટેલ ગ્રાહકો છે.

જાે આમાંથી દરેક ગ્રાહક રૂા.૫૦૦૦ પણ ખર્ચે તો રૂા.૩ લાખ કરોડનો બિઝનેસ સરળતાથી કરી શકાય છે. ભરતિયાએ જણાવ્યું હતું કે એકાદશી- તુલસીવિવાહ (૨૩) નવેમ્બર સુધી તહેવારોની સિઝન ચાલુ રહેશે. હવે એ નથી સમજાતું કે આને જરૂરિયાતે ગણવી કે જલસો…મોટાભાગનો વર્ગ દેખાદેખીમાં ફસાઈ જાય છે અને આખી જિંદગીની મૂડી દાવ પર લગાવી દે છે.

દેશભરમાં ૨૩ દિવસમાં ૩૫ લાખ લગ્ન થશે
દિવાળી પછી લગ્નની સિઝન એકાદશી (૨૩) નવેમ્બરથી શરૂ થશે અને ૧૫ ડિસેમ્બર સુધી ચાલશે. ખંડેલવાલના જણાવ્યા અનુસાર આ ૨૩ દિવસમાં લગભગ ૩૫ લાખ લગ્ન થશે. આ સમયગાળા દરમિયાન ૪.૨૫ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ૩૨ લાખ લગ્નો થયાં હતાં અને ૩.૭૫ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો.

ભારતીયો બચત કરવામાં પાછળ, લોન લઇને પૈસા ઉડાવી રહ્યા છે
કોઈપણ દેશમાં લોકોેની આવક વધી રહી છે કે ઘટી રહી છે તેને માપવા માટે માથાદીઠ આવક જાેવામાં આવે છે. એટલે દેશની પ્રત્યેક વ્યક્તિની આવક કેટલી છે તેના આધારે ગણતરી કરવામાં આવે છે. આપણા દેશની વાત કરવામાં આવે તો ભારતના લોકોની આવક વધી રહી છે પરંતુ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે કમાણી વધવાની સાથે સાથે લોકોના હાથમાં પૈસાની બચત રહેતી નથી. અથવા તો એમ કહી શકાય કે જે કમાય છે તે ઉડાવી દે છે.

આવું અમે નથી કહી રહ્યા પરંતુ આ ખુલાસો ભારતીય રિઝર્વ બેન્કના રિપોર્ટમાં સામે આવ્યો છે. આરબીઆઈના ડેટા અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ચોખ્ખી નાણાકીય બચત ઘટીને ૫.૧ ટકા થઈ ગઈ છે. દેશના જીડીપીના સંદર્ભમાં ભારતની ચોખ્ખી બચત ૨૦૨૨-૨૩માં ઘટીને ૧૩.૭૭ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ૫૦ વર્ષમાં સૌથી ઓછી છે.

ભલે મોદી સરકાર પીઠ થપથપાવે કે તેના કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને દેશની માથાદીઠ આવક ૨૦૧૪-૧૫ની સરખામણીમાં ૨૦૨૨-૨૩માં બમણી થઈને ૧,૭૨,૦૦૦ રૂપિયા થઈ ગઈ છે પરંતુ આરબીઆઈના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતીયોની ઘરેલુ બચત સતત ઘટી રહી છે અને તે ૫૦ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે.

યુવાવર્ગ લાઇફસ્ટાઈલમાં માની રહ્યો છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ આ ટ્રેન્ડ ઝડપી વધ્યો છે. જેના કારણે આરબીઆઈના અહેવાલ અનુસાર ભારતની ચોખ્ખી બચત ૨૦૨૨-૨૩માં ઘટીને ૧૩.૭૭ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ૫૦ વર્ષમાં સૌથી ઓછી છે. બરાબર એક વર્ષ પહેલાં ૨૦૨૧-૨૨માં નેટ સેવિંગ જીડીપીના ૭.૨ ટકા હતું. સ્વાભાવિક છે કે લોકોની આવક ઘટી રહી છે તેની સામે લોકો બચત કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે.

RBIના રિપોર્ટ અનુસાર ભારતના નાગરિકો પર દેવાનો બોજ ઝડપથી વધ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં તે જીડીપીના ૫.૮ ટકા સુધી પહોંચી જશે. એક વર્ષ પહેલાં તે ૩.૮ ટકા હતો. તેનો અર્થ એ છે કે તેઓ તેમની જરૂરિયાતને પહોંચી વળવા માટે વધુ ઉધાર લઈ રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વમાં મોંઘવારીનો ગ્રાફ ઝડપી ઉપર ગયો તેની પણ માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં બચત પર અસર જાેવા મળી છે.

દેશમાં લોકોની આવકમાં ઝડપી વૃદ્ધ થશે
આ વર્ષના આવકવેરા રિટર્નના આંકડા ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં આ વર્ષના ઈન્કમટેક્સના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના આધારે આવનારાં વર્ષામાં દેશમાં આવકવેરા અને લોકોની આવક સંબંધિત આંકડાઓનો અંદાજ કાઢવામાં આવ્યો છે.

આજથી ૨૪ વર્ષ પછી એટલે કે વર્ષ ૨૦૪૭માં દેશની માથાદીઠ આવક અથવા માથાદીઠ આવકનો પણ આમાં અંદાજ લગાવવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩માં દેશમાં માથાદીઠ આવક રૂા.૨ લાખ રૂપિયા રહી છે. જેે ભારતની આઝાદીનાં ૧૦૦ વર્ષ પૂરાં થવા પર લગભગ ૧૫ લાખ રૂપિયા થઈ જશે. વર્ષ ૨૦૪૭માં તે ૧૪.૯ લાખ રૂપિયા સુધી થઈ જશે. વર્ષ ૨૦૪૭માં તે ૧૪.૯ લાખ રૂપિયા સુધી પહોંચવાની આશા છેે.

ડોલરના સંદર્ભમાં નાણાંવર્ષ ૨૦૨૩-૨૪માં તે ૨,૫૦૦ ડોલરથી વધીને ૧૨,૪૦૦ ડોલર થવાની ધારણા છે. વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૨૩ સુધીના વર્ષાેનું મૂલ્યાંકન કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં વસ્તી વધારાની સાથે દેશની ટેક્સ સિસ્ટમ કેવી રીતે વધુ કાર્યક્ષમ બની રહી છે અને તેના આંકડાઓ સુધારો જાેવા મળી રહ્યો છે. મૂલ્યાંકન વર્ષ ૨૦૧૨ની તુલનામાં. વર્ષ ૨૦૨૩માં ૧૩.૬ ટકા વસ્તી ઓછી આવક જુથમાંથી બહાર આવી અને ઉચ્ચ આવક જૂથમાં સ્થળાંતર થઈ.

આ ઉપરાંત, વર્ષ ૨૦૪૭ સુધીમાં ૨૫ ટકા વસ્તી ઓછી આવક જૂથમાંથી ઉચ્ચ આવક જૂથમાં જવાની અપેક્ષા છે. વર્ષ ૨૦૨૪ માટે દેેશમાં આવકવેરા ભરનારાઓની સંખ્યા ૮.૫ કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે. ૨૦૧૨માં કરદાતાઓથી કુલ સંખ્યામાંથી ૮૪.૧ ટકા એવા હતા જેમણે શૂન્ય કર જવાબદારી દર્શાવી હતી. હવે મૂલ્યાંકન વર્ષ ૨૦૨૩માં તે ઘટીને ૬૪ ટકા પર આવી ગયું છે.

તેનો સીધો અર્થ એ થયો કે દેશમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની આવક વધી છે જેના કારણે વધુ સંખ્યામાં લોકોએ ટેક્સ ભરવાનું શરૂ કર્યું છે. ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું થશે જે અમેરિકા અને ચીન પછી સૌથી મોટું હશે. હાલ જાપાન, ગ્રીસ અને જર્મની ચોથા સ્થાને છે. રિપોર્ટમાં એમ કહેવાયું છે કે ૨૦૩૦ સુધીમાં તેલંગાણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત તથા આંધ્રપ્રદેશથી જ ૨૦ ટકા જીડીપી આવશે અને આ રાજ્યોમાં માથાદીઠ આવક ૬૦૦૦ ડોલરની હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.