Western Times News

Gujarati News

રેડ સિગ્નલ હોવા છતાં ડ્રાયવરે ટ્રેન દોડાવતા આંધ્રપ્રદેશમાં અકસ્માતઃ 13ના મોત

હાવડા-ચેન્નાઈ રૂટ પર વિશાખાપટ્ટનમ પલાસા પ્રવાસી ટ્રેન તથા વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન વચ્ચે આંધ્રપ્રદેશનાં વિજયનગર જીલ્લામાં અકસ્માત

વિજયનગર, આંધ્રપ્રદેશનાં વિજયનગર જીલ્લામાં સર્જાયેલી ટ્રેન દુઘર્ટનાનો મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. બે ટ્રેનો વચ્ચેની ટકકર બાદ પ્રવાસી ટ્રેનનાં કોચ પડયા હતા. આ દુર્ઘટનાને પગલે અનેક ટ્રેનો રદ કે ડાઈવર્ટ કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી તથા રેલ્વે પ્રધાન અશ્ર્વીની વૈષ્ણવે દુઘર્ટનાનો રીપોર્ટ મેળવીને તત્કાળ રાહત-બચાવ કામગીરી હાથ ધરવાની સુચના આપી હતી. રેલવે વિભાગનાં સુત્રોએ કહ્યું કે હાવડા-ચેન્નાઈ રૂટ પર વિશાખાપટ્ટનમ પલાસા પ્રવાસી ટ્રેન તથા વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેને પગલે ત્રણ કોચ પાટા પરથી ખડી પડયા હતા. આ દુર્ઘટનાનીજાણ થતા તુર્ત જ રાહત-બચાવ કામગીરી માટે ટીમોને દોડાવવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 નો થયો છે.જયારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે રૂટ પરની 18 ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. જયારે 22 ટ્રેનો ડાઈવર્ટ કરવામાં આવી હતી. રેલવે પ્રધાન અશ્ર્વીની વૈશ્ર્ણવે કહ્યુ કે રાહત-બચાવ કામગીરી મોટાભાગે ખતમ થઈ છે. ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ઉપરાંત વડાપ્રધાન મોદીને પણ દુર્ઘટના વિશે રીપોર્ટ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના વિશે આઘાત દર્શાવ્યો હતો અને પ્રવાસીઓને દરેક શકય મદદ કરવાની સુચના આપી હતી.

મૃતકોને 2-2 લાખ તથા ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય પણ જાહેર કરી હતી. આ દુર્ઘટના અંગે રેલવે દ્વારા તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે. પ્રાથમીક તપાસમાં માનવીય ભુલ જવાબદાર ગણવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમ રાયગઢ ટ્રેનના ચાલકે રેડ સીગ્નલને ધ્યાને લીધા વિના ટ્રેન આગળ દોડાવતાં અકસ્માત સર્જાયો હતો.


Read News In Hindi

Read News in English

1 thought on “રેડ સિગ્નલ હોવા છતાં ડ્રાયવરે ટ્રેન દોડાવતા આંધ્રપ્રદેશમાં અકસ્માતઃ 13ના મોત

Comments are closed.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.