Western Times News

Gujarati News

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરા-કમળાનો કાળો કહેર

પ્રતિકાત્મક

(પ્રતિનિધી) અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદમાં મ્યુનિ.કોર્પાે.દ્વારા સપ્લાય થતાં પ્રદૂષિત પાણી અને બેરોકટોક વેચાણ થઈ રહેલાં બિનઆરોગ્યપ્રદ આહારને કારણે કમળો, કોલેરા અને ટાઈફોઈડનાં રોગમાં અસામાન્ય વધારો જાેવા મળી રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં આંશિક ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષમાં કોલેરાનાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

૨૦૨૩માં ૨૯ ઓક્ટો. સુધી કોલેરાના ૮૨ કેસ કન્ફર્મ થયાં છે. જે પૈકી મોટાભાગના કેસ પૂર્વ વિસ્તારમાં જ નોંધાયા છે. શહેરના દક્ષિણ ઝોનમાં ૪૨, પૂર્વ ઝોનમાં ૩૭ કેસ નોંધાયા છે. વોર્ડ મુજબ જાેવામાં આવે તો, બહેરામપુરામાં ૧૮, લાંભામાં ૧૦ અને રામોલ-હાથીજણમાં ૩૨ કેસ કોલેરાના કન્ફર્મ થયા છે. આ આંકડા અત્યંત ચોંકાવનારા છે. કારણ કે, ૨૦૨૧માં કોલેરાના ૬૪ અને ૨૦૨૨માં ૩૫ કેસ નોંધાયા હતા. કોલેરાની જેમ કમળાનો રોગચાળો પણ આતંક મચાવી રહ્યો છે.

છેલ્લાં એક સપ્તાહ દરમ્યાન કમળાના ૩૨૧ નવા કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમ્યાન કમળાના કુલ ૧૭૬૪ કેસ કન્ફર્મ થયાં છે. જે પૈકી દક્ષિણ ઝોનમાં ૫૦૬, પૂર્વ ઝોનમાં ૩૨૬ અને ઉત્તર ઝોનમાં ૨૬૧ કેસ કન્ફર્મ થયાં છે. જાે વોર્ડ મુજબ જાેવામાં આવે તો બહેરામપુરામાં ૯૦, લાંભામાં ૧૧૮, વટવામાં ૯૬ તેમજ દામીલીમડામાં ૮૪, ગોમતીપુરમાં ૬૧, અમરાઈવાડીમાં ૧૦૬ અને બાપુનગરમાં ૭૧ કેસ કમળાના કન્ફર્મ થયાં છે.

૨૦૦૧ના સમગ્ર વર્ષ દરમ્યાન કમળાના ૧૪૩૯ કેસ નોંધાયા હતા જેની સામે ૨૦૨૩માં માત્ર ૧૦ મહિનામાં જ ૧૭૬૪ કેસ કન્ફર્મ થયા છે. ટાઈફોઈડના રોચગાળાએ પણ કાળો કહેર વર્તાવ્યો છે. એક સપ્તાહ દરમ્યાન ટાઈફોઈડના ૨૪૨ કેસ નવા નોંધાયા છે. તેમજ ચાલુ વર્ષ દરમ્યાન ટાઈફોઈડના ૩૮૨૬ કેસ નોંધાયા છે. જે પૈકી દક્ષિણ ઝોનમાં ૧૫૭૬, પૂર્વ ઝોનમાં ૯૨૯ અને ઉત્તર ઝોનમાં ૪૧૩ કેસ નોંધાયા છે. વોર્ડ મુજબ જાેવામાં આવે તો, લાંભા વોર્ડમાં ૩૩૬, વટવામાં ૫૨૭, બહેરામપુરામાં ૩૧૨, અમરાઈવાડીમાં ૩૧૮ કેસ કન્ફર્મ થયા છે. ૨૦૨૧માં ટાઈફોઈડનાં ૨૧૧૬ અને ૨૦૨૨માં ૩૧૧૮ કેસ નોંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.