Western Times News

Gujarati News

પરિક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થીનીનો કંડકટરે બસ પાસ ન ચલાવી છાત્રાને જંગલમાં ઉતારી- પેપર છૂટતાં વર્ષ બગડયું

જૂનાગઢ બસ ડેપોમાં એબીવીપીનું ચકકાજામ

જૂનાગઢ, તાલાલાના વીરપુર ગામે રહેતી અને જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.માં એમ.એ. પાર્ટ-૩માં અભ્યાસ કરતી વિધાર્થીની પરીક્ષા આપવા બસમાં અપડાઉન કરતી હતી ત્યારે કંડકટરે પાસ ન ચલાવી બસમાંથી નીચે ઉતારી દેતા પરીક્ષા આપી ન શકાતા આખું વર્ષ બગડયાના આક્રોશ છવાયો છે. આ મામલે જવાબદારો સામે પગલા લેવા કડક હાથે કાર્યવાહી કરવાની માંગ સાથે ABVP દ્વારા એસટી બસ સ્ટેશનમાં જુનાગઢમાં રામધુન બોલાવી હતી.

બસને રાહેકી ચકકાજામ કર્યો હતો. વિધાર્થીઓઅને ન્યાય આપવા કર્યો હતો. વિધાથીઓને ન્યાય આપવા માંગ કરી હતી ગત તા.૧૦-૧૮ના રોજ ભકત કવી નરસિંહ મહેતા યુનિ.માં પરીક્ષા આપવા જતી વિધાર્થીની ઉના ઉપલેટા રૂટની બસમાં બેઠી હતી. ત્યારે કંડકટરે પાસ ન ચલાવી રસ્તામાં જંગલ વિસ્તારમાં અધવચ્ચે ઉતારી મુકેલ આજીજી કરવા છતા તેમની વાત ન સાંભળી માનવતાને નેવે મુકી નીચે ઉતારી દેતા વિધાર્થીની પેપર આપી ન શકતા તેમનું વર્ષ બગડયું હતું.

આ અંગે જુનાગઢ અખીલ ભારતીય વિધાર્થી પરીષદ દ્વારા ગત તા.૧૦-ર૦ના વિભાગીય નિયામકને પત્ર લખી રજુઆત કરવામાં આવેલ. જેમાં યોગ્ય નિર્ણય નહી લેવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. બાદ ગઈકાલે તા.૩૦ના વિધાર્થી આગેવાનો એસટીડેપો મેનેજર મકવાણાને આવેદનપત્ર આપવા જતા તેમણે તે ન સ્વીકારતા એસટી બસ સ્ટેશનના પુુછપરછ વિભાગમાં ખાતે રામધુન બોલાવી બસસ્ટેશન ખાતે ચકકાજામ કરવામાં આવેલ.

ABVPના ઝાલાવાડીયાના જણાવ્યા મુજબ એક બાજુ નારી શકિતકરણની વાતો કરે છે. બીજી તરફ અધવચ્ચે વિધાર્થીનીને નીચે ઉતારી મુકવામાં આવી છે. જે પરીક્ષા ન આપી શકતા તેમનું ભાવી બગાડી નાખ્યું છે. તેના ટેન્શનમાં વિધાર્થીનીની તબીયત લથડી છે. તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી આ બાબતે જવાબદારો સામે પગલા લેવાની માંગ કરતા વિભાગીય કચેરી દ્વારા યોગ્ય કરવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયુું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.