Western Times News

Gujarati News

વાપીની GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

પ્રતિકાત્મક

અમદાવાદ, છેલ્લા ઘણાં સમયથી ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતું હતું. ત્યારે હવે છેલ્લા ઘણાં સમયથી કેમિકલની આડમાં મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી સહિત ઉત્પાદન થતું હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

ત્યારે ડીઆરઆઈ એ ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ટીમની મદદથી રવિવારે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાંથી મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલા મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની જીઆઇડીસી વાપીમાં આવેલી ફેક્ટરી શોધી કાઢી હતી

. ડીઆરઆઈએ ગુજરાત જીઆઈડીસી વાપીમાં નાર્કોટીક્સના ઉત્પાદન સાથે સંકળાયેલી બીજી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સુરત અને વલસાડની ફોરેન્સિક સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાંથી મળી આવેલા શંકાસ્પદ માદક પદાર્થમાં મેફેડ્રોન હોવાનો રિપોર્ટ આપતાં જ ફેક્ટરીમાંથી કુલ ૧૨૧.૭૫ કિલો મેફેડ્રોન પ્રવાહી સ્વરૂપે કબ્જે કરવામા આવ્યું છે. આ સાથે જ ફેક્ટરીમાંથી પકડાયેલા એક આરોપીનાં રહેણાંક જગ્યાની તપાસ કરતા આશરે ૧૮ લાખની ભારતીય ચલણની નોટો રિકવર કરવામાં આવી હતી.

એટલું જ નહીં, પણ ફેક્ટરીમાંથી પ્રવાહી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ડીઆરઆઈના અધિકારીક સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ફેક્ટરીમાંથી પકડાયેલું પ્રવાહી મેફેડ્રોન ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર બજાર કિંમત અંદાજિત કિંમત ૧૮૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

હાલ ડીઆરઆઈએ એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ની સંબંધિત જાેગવાઈઓ હેઠળ રોકડ અને મેફેડ્રોન કબ્જે કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.