Western Times News

Gujarati News

ભારતે ભૂકંપગ્રસ્ત નેપાળમાં 10 કરોડની રાહત સામગ્રી મોકલી

ભૂકંપ પીડિતોને મદદ પહોંચાડવા સંસ્થાઓ કામે લાગી

(એજન્સી)નવીદિલ્હી, નેપાળના દુરના પર્વતીય વિસ્તારોમાં શુક્રવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૮પ લોકોના મોત થયા છે. આ દરમ્યાન ભીષણ તબાહીને પગલે નેપાળ સરકાર રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. તેમજ ભુંકપ પીડીતોને મદદ પહોચાડવા માટે નેપાળની સરકારી એજન્સીઓ અને સ્ર્વૈચ્છીક સંસ્થાઓ કામે લાગી છે. ભારતે પણ રાહતસામગ્રી નેપાળમાં મોકલી છે. IAF’s participation in the ongoing Humanitarian Relief Mission for Nepal continues. Another C-130 J aircraft got airborne on 06 Nov 23, airlifting over 9 tonnes of relief material to Nepalganj. The overall relief load airlifted till now exceeds 21 tonnes.

ઈન્ડીયન એરફોર્સનું ખાસ વિમાન સી-આઈબી તાકીદને રાહત એરફોર્સનું માલ સામગ્રી લઈને નેપાળ પહોચ્યું હતું. જેમાં ટેન્ટ બ્લેનકેટ તાડપત્રી, દવાઓ અને મેડીકલ ઉપકરણો વગેરેની વસ્તુઓ નો સમાવેશ થાય છે. ભૂકંપની કુદરતી આફતમાં કુલ ૧૮પ લોકોના મોત થયા, એમાંથી ૧ર૦ લોકોના મૃતદેહો તેમના પરીવારજનોને સોપી દેવામાં આવ્યા છે.

આ ભૂકંપમાં લગભગ રપ૩ લોકો ઘાયલ થયા છે. ર૦૧પ પછી નેપાળમાં આવેલો આ સૌથી શકિતશાળી ભૂકંપ છે. મૃતકોના સંબંધીઓ મૃતદેહોના અંતીમ સંસ્કારની તૈયારીઓમાં લાગ્યા છે. લોકોને ખુલ્લા આકાશમાં રાત વિતાવવી પડી રહી છે. ભૂકંપને લીધે સૌથી વધુ નુકશાન જાજરકોટ અને રુકુમ પશ્ચિમ જીલ્લામાં થયું છે. પરંતુ બારેકટ નામના ગામમાં મકાનો અને જાહેર માળખાકીય સુવિધાનો ભારે નુકશાન થયું છે.

પરંતુ ત્યાં એક પણ વ્યકિતનું મોત થયું નથી. આ દરમ્યાન નેપાળ વડાપ્રધાન પુષ્પ કમલ દાહલાલ પ્રચંડે રવીવારે કેબીનેટ બેઠક યોજી હતી. જેમાં તેમણે ભૂકંપમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યકિતના પરીવારને તાત્કાલીક રાહતના રૂપમાં બે-બે લાખ રૂપિયા રોકડા આપવાનો નિર્ણય કર્યો છે. કે ઉપરાંત ભૂકંપમાં ઘાયલ લોકોને નિઃશુલ્ક સારવાર કરાવવામાં આવશે.

નેપાળ સરકારના એક મંત્રીએ કહયુ કે, ભુકંપ પીડીતો ને બચાવવાના પ્રયાસ હજુ થઈ ચુકયા છે. પરંતુ બચાવ કર્મચારીઓ હજુ એવા લોકોની શોધખોળ કરી રહયા છે. જે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળમાં ફસાયા હોઈ શકે છે. ભૂકંપમાં ૧૦૦૦થી વધુ ઘરો પ્રભાવીત થયા છે. નેપાળમાં શુક્રવારે અડધી રાત્રે આવેલા ૬.૪ની તીવ્રતાના ભૂકંપને પગલે પર્વતીય ક્ષેત્રમાં અસંખ્ય મકાનો ધરાશાયી થયા અને કેટલાય લોકોએ શનીવારની રાત ખુલ્લા આકાશની નીચે વિતાવવી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.