Western Times News

Gujarati News

બદલાતા મોસમ વચ્ચે પણ શ્રીરામ સુપર 1-SR-14 અને સુપર 111 ઘઉંના બીજથી ખેડૂતોને મળી રહી છે વધુ સારી ઉત્પાદકતા

ગુજરાતના ખેડૂતોએ માહિતી આપી કે ડીસીએમ શ્રીરામ લિમિટેડના યુનિટ શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ તરફથી રજૂ કરવામાં આવેલ શ્રીરામ સુપર 1-SR-14 અને સુપર 111 ઘઉંના બિયારણથી તેમના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે ખેડૂતોની પાક ઉત્પાદકતા વધારવા માટે આધુનિક અને અનુસંધાન-ઉનમુખ પ્રોડક્ટસ વિકસિત કરી છે. Shriram Super 1-SR-14 and Super 111 wheat seeds are getting farmers better productivity even amid changing seasons.

ઘણાબધા વર્ષોથી શ્રીરામ સુપર 111 અને શ્રીરામ સુપર 1-SR-14 ઘઉંના બિયારણ ગુજરાતના ખેડૂતો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થયા છે. શ્રીરામ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સના વિશ્વ પ્રસિદ્ધ ઘઉં વૈજ્ઞાનિકો દ્વારા આ જાતોને તૈયાર કરવામાં આવેલ છે. શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉંના બિયારણ તેમના અનુકૂળ જાતો અને વધુ સારી ઉત્પાદકતાને લીધે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેના દાણા મોટા, કઠોર અને ચમકદાર છે, સાથે જ આ ઘઉંમાંથી બનતી રોટલી ખૂબ જ સારી ગુણવત્તા ધરાવતી હોય છે.

અને સૌથી ખાસ વાત એ છે કે બદલાતી પરિસ્થિતિઓમાં સામે આવી રહેલા નવા નવા પડકારો વચ્ચે પણ ઘઉંની આ જાતોના પરિણામ શ્રેષ્ઠ છે. પોતાની આ વિશેષતાને લીધે આ બન્ને જાત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોની પહેલી પસંદગી બની ગઈ છે.

રાજકોટના એક અનુભવી ખેડૂત ચંદુભાઈએ ગયા વર્ષે પોતાના ખેતરમાં શ્રીરામ સુપર 1-એસઆર-14 ઘઉંના બીજનું વાવેતર કર્યું હતું. તેમનું કહેવું છે કે તેમાં કંઠી દીઠ દાણાની સંખ્યા 70-75 પ્રાપ્ત થઈ છે અને અન્ય જાતોની સરખામણી માં શ્રીરામ 1-SR-14માં ઓછા પાણીની જરૂર પડે છે. શ્રીરામ સુપર 1-SR-14માં વધારે ઉપજ એટલે કે 26-28 ક્વિન્ટલ પ્રતી એકર ઉપજ મળવાને લીધે તે અન્ય ખેડૂતોને પણ શ્રીરામ સુપર 1-SR-14નો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

આ સાથે જ શ્રીરામ દ્વારા બજારમાં આપવામાં આવી રહેલી જાત શ્રીરામ સુપર 111થી ખેડૂતો ખૂબ જ ખુશ છે, તેઓ શ્રેષ્ઠ પરિણામ મેળવી રહ્યાં છે.

છોટા ઉદેપુરના ખેડૂત કલ્પેશભાઈએ શ્રીરામ સુપર 111 ઘઉંના પાક પ્રદર્શનમાં ઉત્તમ પરિણામને જોતા ગયાવર્ષે તેને લગાવ્યા અને તેઓ આ પાકના પરિણામોથી ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે તેમા કંઠી લાંબી આશરે 12-13 સીએમ હોય છે. પાક એક સમાન આવે છે અને કોઈ પણ પ્રકારની બીમારીની સમસ્યા આવતી નથી. પાકની ઉપયુક્ત ઉંચાઈ હોવાને લીધે તેમા પડવાની કોઈ ફરિયાદ આવી નથી. આગામી વર્ષ તેમના સમગ્ર ખેતરમાં શ્રીરામ સુપર 111 બીજનું જ વાવેતર કરશે.

શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉંના બીજની સાથે, શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સના અન્ય ઉત્પાદન જેવા કે શ્રીરામ સુપર 303 પણ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના શાનદાર પર્ફોમન્સને લીધે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયેલ છે.

શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ 134 વર્ષ જૂની ડીસીએમ શ્રીરામ લિમિટેડનું એક યુનિટ છે. એક અગ્રણી બિઝનેસ ગ્રુપ કે જેનું ટર્નઓવર 12080 કરોડ છે. શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ એગ્રી-ઈનપુટ જેવા બીજ, સ્પેશ્યાલિટી ન્યુટ્રિશન તથા પાક સંરક્ષણ શ્રેણીઓના કારોબારમાં સક્રિય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.