Western Times News

Gujarati News

પોલીસ કર્મચારીઓને દિવાળી ફળી, 538 ASIને અપાઇ PSI તરીકે બઢતી

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ જાહેરાત થઇ છે કે, રાજ્યમાં ૫૩૮ એએસઆઇને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યુ છે, ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ જાહેરાત થઇ છે કે, રાજ્યમાં ૫૩૮ એએસઆઇને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યુ છે, બઢતી પામેલા તમામ એએસઆઇને ગૃહ વિભાગે પીએસઆઇ તરીકે પ્રમૉટ કર્યા છે.

રાજ્યના ગૃહ વિભાગે આજે દિવાળી ટાણે પોલીસ ખાતા માટે શુભ સમાચાર આપ્યા છે જે અંતર્ગત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની દિવાળી સુધારી છે, આ પછી રાજ્યમાં પોલીસ તંત્રમાં પીએસઆઇની ઘટ્ટ ઓછી થઇ શકે છે. ગૃહ વિભાગે આજે જાહેરાત કરતા કહ્યું કે, ૫૩૮ જેટલા જુનિયર કક્ષાના છજીૈંને ઁજીૈં તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે.

આ તમામ ૫૩૮ એએસઆઇ લાંબા સમયથી પ્રમૉશનની રાહ જાેઈ રહ્યાં હતા, હવે તેમને હંગામી બઢતી મળી છે. ગુજરાતના સરકારના ગૃહ વિભાગે બે અધિકારીઓની કરેલો બઢતીનો હુકમ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ગુજરાત પોલીસમાં એક અલગ જ નામ અને કામ ધરાવતા બે ડીવાયએસપીને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે બઢતી આપી છે.

ગૃહ વિભાગે છ્‌જી ના ડ્ઢઅજીઁ કે. કે. પટેલ અને સુરત ક્રાઈમ બ્રાંચના છઝ્રઁ ભાવેશ રોજિયાને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે ડીવાયએસપીને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં એક નવો ઈતિહાસ રચાયો છે. ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે. ડીવાયએસપી કે. કે. પટેલને જીઁ મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી. પી. રોજિયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-૨ સુરત તરીકે નિમણૂંક કરી છે.

પોલીસ વિભાગમાં બેદાગ રહીને જે અધિકારી-કર્મચારી કોઈ અતિ નોંધપાત્ર કામગીરી કરે છે તેને રાજ્ય સરકાર આઉટ ઑફ પ્રમોશન આપે છે. જે અધિકારી કે કર્મચારીને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવાનું હોય તેની કામગીરી-મેડલ સહિતની માહિતી રાજ્ય પોલીસ વડા તરફથી ગૃહ વિભાગને મોકલવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ અને આખરે મુખ્યમંત્રી પાસે પહોંચે છે. આઉટ ટર્ન પ્રમોશન માટે મુખ્યમંત્રીની મહોર બાદ ગૃહ વિભાગ બઢતીનો હુકમ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.