Western Times News

Gujarati News

2.50 કરોડની ઠગાઈ કરનાર બિલ્ડરની ધરપકડ

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરામાં જમીન ખરીદીને બંધ થયેલા બેંક ખાતાના ચેક આપીને રૂપિયા અઢી કરોડની ઠગાઈ કરનાર બિલ્ડરની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં વિપુલ મનસુખભાઈ ભીમાણી તથા મૂળ જમીન માલિકો સાથએ રાજેન્દ્રકુમાર નારણભાઈ પટેલને જમીન વેચાણ માટે ત્રીપક્ષીય સમજૂતિ કરાર થયો હતો. જે ત્રિપક્ષીય કરાર મુજબ આરોપી વિપુલ ભીમાણીએ રાજેન્દ્રકુમારને એટલે કે સમજુતી કરારના ત્રીજા પક્ષવાળાને જમીન પેેટેના ૧૦ કરોડ ૦૯ લાખ ૬૩ હજાર ૩૦૦ ચુકવવાના હતા. જે રકમ પાંચ હપ્તામાં ચૂકવી આપવાનું આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું.

જે અંતર્ગત પાંચ હપ્તાની રકમના કુલ પાંચ ચેકો વિપુલ ભીમાણીએ અલગ-અલગ તારીખોના અને અલગ-અલગ રકમના ફરિાયદીને આપી વિશ્વાસમાં લીધા હતા. પ્રથમ ત્રણ પ્તાની રકમ બરાબર મળી હતી. ચોથા અને પાંચમાં હપ્તાના બાકી રહેલા રૂપિયા ૨ કરોડ ૬૯ લાખ ૯૩ હજાર ૩૦૦ કરારમાં નક્કી થયેલી તારીખોમાં કે આજદીન સુધી નહીં આપી તેમજ બરોડા ગ્રામીણ બેન્કના આરબીઆઈ દ્વારા બંધ કરેલ નોન-સી.ટી.એસ. ચેકો આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વડોદરાના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી ચારભુજા ડેવલપર્સના ભાગીદારી પેઢીના વહીવટીકર્તા અને નિઝામપુરામાં આવેલા સુવર્ણરેખા સીસામીમાં રહેતા વિપુલ મનસુખભાઈની ધરપકડ કરી આ ગુનામાં સંડોવાયેલ ઈસમે અન્ય કોઈ સાથે છેતરપીંડી આચરી છે કે કેમ? તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.