Western Times News

Gujarati News

બર્થ-ડે પાર્ટીમાં દરોડો: 21 યુવક-યુવતીઓ ઝડપાયા

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બર્થડે નિમિત્તે થઈ રહેલી ઉજવણીમાં પોલીસે દરોડો પાડી ૨૧ જેટલા યુવાનો અને યુવતીઓને ઝપી પાડ્યા હતા. જેમાં કેટલાક દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે દારૂનો નશો ન કર્યાે હોય તેવાઓ પણ પોલીસના સપાટામાં આવી જતાં શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. પોલીસ સ્થળ પરથી દારૂ-બિયરની બોટલ, ઠંડા પીણા, બાઈટીંગ તેમજ ટુ-વ્હિલર-ફોર વ્હિલર સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.

વડોદરાના અકોટા અતિથી ગૃહની સામે આવેલ ગામઠી બંગલામાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની માહિતી ગોત્રી પોલીસને મળતાં દરોડો પાડ્યો હતો. જેમાં યુવક-યુવતીઓ બર્થડેની ઉજવણી કરતાં મળી આવ્યા હતા. જેમાં નાસતા પાણીની સાથે દારૂની પણ મહેફીલ કેટલાક યુવાનો કરી રહ્યાં હોવાનું જણાાઈ આવ્યું હતું.

પાર્ટીમાં વડોદરાના ખાનદાની પરિવારના સંતોનો હોવાનું જણાઈ આવતાં પોલીસ આક્રમક મૂડમાં આવી ગઈ હતી. પોલીસે ઝડપી પાડેલા ૨૧ નબીરાઓના બ્લડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.