કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળવાની શક્યતાને કારણે ફટાકડાની દુકાને દરોડા

અમદાવાદમાં અંબિકા ફાયર ક્રેકર્સમાં આઈટી વિભાગના દરોડા-કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળવાની શક્યતાને ધ્યાને રાખી દરોડા પાડવામાં આવ્યો
અમદાવાદ, અમદાવાદમાં દિવાળીનો તહેવાર તો પૂર્ણ થઇ ગયો છે. જાે કે ફટાકડાની દુકાનોમાં હજુ પણ વેચાણ થઇ રહ્યુ છે.જાે કે બીજી તરફ આઈટી વિભાગે જાણીતા અંબિકા ફાયર ક્રેકર્સમાં દરોડા પાડ્યા છે. કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળવાની શક્યતાને ધ્યાને રાખી દરોડા પાડવામાં આવ્યો છે.
અમદાવાદમાં અંબિકા ફાયર ક્રેકર્સમાં આઈટી વિભાગના દરોડા યથાવત છે. રાયપુર, શિવરંજની અને એસજી હાઇવે સહિત તમામ સ્થળો પર તપાસ હાથ ધરાઇ છે. અંબિકા ક્રેકર્સમાં કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળે તેવી શક્યતા છે. તો સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી કે ૫થી ૭ કરોડ જેટલી રકમ મળી આવી છે. અમદાવાદમાં દિવાળીનો તહેવાર તો પૂર્ણ થઇ ગયો છે.
જાે કે ફટાકડાની દુકાનોમાં હજુ પણ વેચાણ થઇ રહ્યુ છે. જાે કે બીજી તરફ આઈટી વિભાગે જાણીતા અંબિકા ફાયર ક્રેકર્સમાં દરોડા પાડ્યા છે. કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળવાની શક્યતાને ધ્યાને રાખી દરોડા પાડવામાં આવ્યો છે. તમામ શક્યતા અને આર્થિક વ્યવહારોને ધ્યાને રાખી આઈટી વિભાગે તપાસ કરી છે. અંબિકા ક્રેકર્સના કમલેશ મોદી સાથે સંકળાયેલા લોકોની પણ પૂછપરછ હાથ ધરાઇ છે.
દિવાળીના તહેવાર દરમિયાન અંબિકા ક્રેકર્સમાં કરોડો રુપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જાે કે કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા છે. શહેરના જાણીતા ફટાકડાના વેપારી ઉપર આવકવેરાના દરોડાના પગલે આ વ્યવસાય સાથે જાેડાયેલા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.