Western Times News

Gujarati News

Munawar Faruqui ની ગર્લફ્રેન્ડ Nazila Sitaishi? સોશિયલ મિડીયામાં આ કારણે થઇ રહી છે ચર્ચાઓ

નાઝિલા સિતાશીની હાલમાં ચારેબાજુ ચર્ચાઓ થઇ રહી છે

શોમાં મુનવ્વરની મિત્રતા મન્નારા ચોપડા સાથે જાેઇ શકાય છે અને ત્યારબાદ આનું નામ એક્ટ્રેસ સાથે જાેડવામાં આવે છે

સોશિયલ મિડીયામાં નાઝિલા સિતાશીની તસવીરો વાયરલ

મુંબઈ,સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુખી આ દિવસોમાં બિગ બોસ ૧૭માં પ્રભુત્વ ધરાવે છે. જાે કે હાલમાં મુનવ્વરની ગર્લફ્રેન્ડ નાઝિલા સિતાશીની ચારેબાજુ ચર્ચાઓ થઇ રહી છે. સોશિયલ મિડીયામાં નાઝિલા સિતાશીની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ રહી છે. જાે કે આ વિશે દરેક લોકો જાણવા ઇચ્છે છે કે નાઝિલા કોણ છે. આમ, તમે પણ મુનવ્વરની ગર્લફ્રેન્ડ નાઝિલાને જાણતા નથી તો જાણો ખરેખર આ કોણ છે. મુનવ્વર ફારુખીની ગર્લફ્રેન્ડ નાઝિલા સિતાશીએ આ દિવસોમાં એક પોસ્ટ શેર કરી છે જે સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે.

નાઝિલાની પોસ્ટ હાલમાં ચર્ચાનો વિષય લોકો માટે બની છે. નાઝિલાએ આ પોસ્ટમાં કોઇ પણ વ્યક્તિનું નામ લીધુ નથી. નાઝિલાએ લખ્યુ છે કે ઓનલાઇનમાં દરેક વસ્તુ એવી નથી હોતી જે દેખાય છે. કોઇ પણ એટલું સારું અને નૈતિક હોતુ નથી જેટલું એ દેખાડવાની કોશિશ કરી છે. આ વિશે નાઝિલા આગળ લખે છે કે આ માટે કહેવાય છે કે પોતાના આઇડલને મળશો નહીં કારણકે તમે જે રીતે એમન જુઓ છો એ ઘણી વાર રિયલમાં એવા હોતા નથી. ટીવી અને ઓનલાઇનમાં દેખાતી વસ્તુઓ તમને બેવકૂફ બનાવે છે.

જાે કે નાઝિલાની આ પોસ્ટને મુનવ્વર સાથે જાેડવામાં આવે છે. શોમાં મુનવ્વરની મિત્રતા મન્નારા ચોપડા સાથે જાેઇ શકાય છે અને ત્યારબાદ આનું નામ એક્ટ્રેસ સાથે જાેડવામાં આવે છે. આ પોસ્ટ પછી લોકોનું કહેવુ છે કે કદાચ નાઝિલાને મુનવ્વર અને મન્નારી દોસ્તી ગમતી નથી. તમને જણાવી દઇએ કે નાઝિલા એક પોપ્યુલર ઇન્ફ્લૂએન્સર છે અને બ્લોગર છે.

નાઝિલા દેખાવમાં એકદમ સ્માર્ટ છે. તમને જાણીને નવાઇ લાગશે કે નાઝિલના યુટ્યૂબ પર ૧.૧ મિલિયન સબ્સક્રાઇબર છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર નાઝિલાને ૮ લાખ લોકો ફોલો કરે છે. નાઝિલા એની ફેશન રિલેટેડ તસવીરો અને રીલ પોસ્ટ કરતી રહે છે. મળતી માહિતી અનુસાર નાઝિલા અને મુનવ્વર લગભગ ૨ વર્ષથી ડેટ કરી રહ્યા છે. મોટાભાગે આ બન્ને સાથે જાેવા મળતા હોય છે. ખૂબસુરતી મામલે નાઝિલા અનેક અભિનેત્રીઓને ટક્કર આપે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.