Western Times News

Gujarati News

અમદાવાદ : માત્ર બે ઈંચ વરસાદમાં શહેરમાં સર્વત્ર પાણી ભરાયા

File Photo

પ્રિ-મોન્સુન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ દર વર્ષે ચોમાસામાં આજ પરિસ્થિતિ સર્જાય છેઃનિર્ણયનગર ગરનાળું તાજેતરમાં નવું બનાવ્યુ છતાં ત્યાં ઘુંટણભેર પાણી ભરાયાઃ સરસપુર વોરાના રોઝા, અમદુપુરા, બોપલ, મકરબા, દિલ્હી દરવાજા, મણીનગર, બાપુનગર અનેક વિસ્તારો જળબંબાકાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગઈકાલે મધરાત્રકે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની જતાં મ્યુનિસિપલ કોર્પોેરશનનું તત્ર ફરી પાછું ઉંઘતું ઝડપાયુ છે. મેયર તથા મ્યુનિસિપલ કમિશ્નરના વાયદા વાયદા જ રહ્યા. હજુ પણ શહેરમાં અનેક સ્થળે ખાડા ખોદવાં આવી રહ્યા છે.ડ તથા ખાડા ખોદાયા બાદ પૂરાણ બરોબર ન કરવાને કારણે પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. બેસુમાર ગંદકીને કારણે રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે.

ગઈકાલે મધરાતે માત્ર ર ઈંચ વરસાદે શહેરની ખાનાખરાબી કરી નાંખી છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદ પડશે ત્યારે અમદાવાદની પરિસ્થિતિમાં વિશે કલ્પના પણ કરવી મુશ્કેલ છે. બે ઈંચ વરસાદમાં અનેક ઠેકાણે વૃક્ષો પડી જવાના બનાવો ઉપરાંત ઠેર ઠેર પાણી ભરાતા અને હજુ સુધી એ પાણીને દૂર કરવામાં મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ જતાં વાહનચાલકો તથા વિદ્યાર્થીઓને શાળાઓમાં જવા ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

દર ચોમાસામાં ગરનાળા ભરાયા છે. પરંતુ ગરનાળા ભરાતા પાણીની સમસ્યાના ઉકેલ ન આવતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. નિર્ણયનગર ગરનાળું તાજેતરમાં નવું બનાવાયુ હોવા છતાં પાણી ભરાતા તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહી છે.

શહેરમાં ખાબકેલા વરસાદે શહેરના દરેક વિસ્તારમાં પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરમાં ગટરના પાણી તથા વરસાદના પાણી ભરાયાના સમાચાર છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સરસપુર, શારદાબેન હોસ્પીટલ, સરસપુર વોરાના રોઝા, અમદુપુરા, બાપુનગર જનરલ હોસ્પીટલ, નિર્ણયનગર ગરનાળા, એસ.જી .હાઈવે, રાણીપ, ચાંદલોડીયા હાટકેશ્વર, મણીનગર પૂર્વે, તથા મકરબા રેલ્વે ફાટક પર વરસાદને કારણે ઘુંટણ સુધી પાણી ભરાયાના સમાચાર છે.

મોડીરાતથી સાંબેલાધાર વરસાદે શહેરના નગરજનોનું જીવન પણ અસ્તવ્યસ્ત કરી દીધું છે. સૌથી વધારે વરસાદ ઓઢવ તથા મણીનગરમાં પડ્યો હોવાનું જાણવા મળે છે. માત્ર એક જ કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સિઝનનો સરેરાશ વરસાદ ૩.૭૮ ઈંચ પડ્યો છે.

વરસાદ, હાલાકી તથા નુકશાનથી નગરજનોને ક્યારે છુટકારો મળી રહેશે તથા તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવી રહ્યા છે.
નિર્ણયનગરનું ગરનાળું તો તાજેતરમાં જ નવું બનાવ્યુ હોવા છતાં તે ગરનાળામાં ઘુંંટણભેર પાણી ભરાતા વાહનચાલકો રાહદારીઓ, અને ખાસ કરીને સાયકલ ઉપર જતાં આવતા, તથા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કલીઓનો સામનો કરવો પડે છે.

બોપલમાં તાજેતરમાં જ નવી ડ્રેનેજ લાઈનો નાંખવામાં આવી હોવા છતાં ત્યાં પણ પાણી ભરાયાના તથા રાહદારીઓ તથા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગંભીર બને એમ ચર્ચાઈ રહ્યુ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.