Western Times News

Gujarati News

ચાંદલોડીયાની સગીરાનું ૬ મહિના શોષણ કરનાર યુવકની ધરપકડ

અમદાવાદ : લગ્નની લાલચ આપી માણેલી અંગત પોનો વીડીયો ઉતાર્યા બાદ વહેતો કરી દેવાની ધમકી આપી ચાંદલોડીયાની સગીરા સાથે વારંવાર શરીર સંબંધ બાંધનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે ગર્લ્સ પોલીટેકનીકમાં ભણતી સગીરા ૮ મહીના પહેલાં વિસ્તારમાં જ રહેતા રર વર્ષીય રોહીત શર્માના પરીચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમ્યાન સગીરા ઘરમાં એકલી હોવાથી રોહીત અને સગીરા વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો.

પણ એ વખતે રોહીતે તેનો વીડલયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ આ વીડીયો માતાપિતાને બતાવી દેવાની તથા સોશીયલ મીડીયા પર મુકી દેવાની ધમકી આપી રોહીતે સગીરા સાથે છ મહીના સુધી શારીરિક સંબંધ બાંધ્યો હતો. છ મહીના સુધી શારીરિક શોષણનો ભોગ બન્યા બાદ અંતે સગીરાએ માતાપિતાને આ વાત જણાવતા તેની માતાએ રોહીત વિરૂધ્ધ સોલા હાઈકોર્ટે પોલીસમાં ફરીયાદ નોધાવી હતી. જેના આધારે રોહીતની ધરપકડ કરાઈ છે. રોહીત વારંવાર બ્લેકમેલ કરતો હોવાથી ત્રણ મહીના પહેલાં સગીરાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.