Western Times News

Gujarati News

મિચોંગ વાવોઝોડાના લીધે ચેન્નઇમાં પૂર, આઠના મોત

નવી દિલ્હી, આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી પણ વાવાઝોડાને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બાપટલા કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કાર્ય માટે તમામ જરૂરી પગલાં લીધા છે. ચક્રવાતના કારણે અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત, ૨૪ કલાક સંકલન અને પરિસ્થિતિની દેખરેખ માટે કંટ્રોલ રૂમની સાથે મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે. NDRFએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે ૧૮ ટીમો તૈનાત કરી છે.

૧૦ વધારાની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. ચક્રવાતી વાવાઝોડું મિચોંગ ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે અને તે ઝડપથી દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યું છે. Zoom Earth Live વેબસાઈટ અનુસાર, આ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે થોડા કલાકોમાં બાકીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચવાની આશા છે.

તમિલનાડુમાં મિચોંગના કારણે ભારે વરસાદથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પૂર જેવી સ્થિતિ છે જ્યારે રાજ્યની નદીઓમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા થઇ છે. વરસાદને કારણે તમિલનાડુની કૂવમ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ મજબૂત બન્યો છે અને તે કાંઠેથી ખૂબ જ ઝડપથી વહી રહ્યો છે. આંધ્રપ્રદેશના બાપટલા ચક્રવાત પહોંચે તે અગાઉ જ વરસાદ શરૂ થઈ ગયો છે.

રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. મિચોંગ રાજ્યના દક્ષિણ કિનારે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે બાપટલા નજીક લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે. હવામાન વિભાગે ૪ અને ૫ ડિસેમ્બરે ઉત્તર-તટીય તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

૪ અને ૫ ડિસેમ્બરે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં અનેક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. અહેવાલ અનુસાર, ભારે વરસાદના ભય વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ લગભગ ૮ જિલ્લાઓમાં અધિકારીઓને તૈયારીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.

રિપોર્ટ અનુસાર, ભારે વરસાદના ભય વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ લગભગ ૮ જિલ્લાઓમાં અધિકારીઓને તૈયારીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ચક્રવાતી વાવાઝોડું ‘મિચોંગ’ આજે સવારે ૮ઃ૩૦ વાગ્યે ચેન્નઈથી લગભગ ૯૦ કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું હતું.

હવામાન વિભાગે ૪ અને ૫ ડિસેમ્બરે ઉત્તર-તટીય તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. ૪ અને ૫ ડિસેમ્બરે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં અનેક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.