Western Times News

Gujarati News

ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે ફરીથી થયો મોટો ઝઘડો? જાણો કારણ

નવી દિલ્હી, ભારતીય ટીમને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન ગૌતમ ગંભીર હાલ ફરીથી એક વખત બેટિંગ કરી રહ્યો છે. ગૌતમ ગંભીર તેના જૂના આક્રમક ટચમાં જાેવા મળી રહ્યો છે. બેટિંગથી પણ અને પોતાનાં એટીટ્યુડથી પણ તેણે ક્રિકેટ ફેન્સને જૂના દિવસોની યાદ અપાવી દીધી છે.

ગંભીર હાલમાં લિજેન્ડ્‌સ લીગ ક્રિકેટમાં ઈન્ડિયા કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને ઘણા રન બનાવી રહ્યો છે. બુધવારે ગંભીરની આ ટીમનો સામનો ગુજરાત જાયન્ટ્‌સ સામે થયો હતો. આ મેચમાં ગંભીરનો સામનો તેના જૂના પાર્ટનર સાથે થયો હતો. આ ખેલાડી છે એસ શ્રીસંત. પરંતુ એક સમયનાં આ બંને જૂના મિત્રો વચ્ચે આ મેચ દરમિયાન ઝગડો થયો હતો અને તેઓ આપસમાં લડવા માંડ્યા હતા.

આ મેચમાં ગંભીરની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. શ્રીસંતે મેચની બીજી ઓવર ફેંકી હતી. ગંભીરે શ્રીસંતની ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી, ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. જાેકે પછીના બોલ પર કોઈ રન નહોતા આવ્યા. આ દરમિયાન શ્રીસંતે ગંભીરને કંઈક કહ્યું હતું. ત્યાર બાદ ગંભીરે ગુસ્સાથી શ્રીસંત સામે જાેયું હતું. બંને વચ્ચે થોડો બોલાચાલી જાેવા મળી હતી.

આ મેચમાં ગંભીરે શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. ૩૦ બોલનો સામનો કરીને તેણે સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૧ રનની ઇનિંગ રમી હતી. આ પહેલા ગંભીરે ભીલવાડા કિંગ્સ સામે ૬૩ રનની ઇનિંગ રમી હતી. ક્રિકેટ ફેન્સ તો જાણે છે કે ગંભીર અને શ્રીસંત ટીમ ઈન્ડિયા તરફથી રમતા હતા ત્યારે પણ તે બંને આવી જ આક્રમકતાથી રમતા હતા.

કામરાન અકમલ અને શાહિદ આફ્રિદી સાથે ગંભીરની લડાઈ પણ જાણીતી છે. ગંભીરે મેદાનમાં આ બંને સાથે લડાઈ કરી હતી. તો સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચમાં આન્દ્રે નેલનાં બોલ પર સિક્સર ફટકાર્યા બાદ શ્રીસંતે કરેલો ડાન્સ આજે પણ બધાને યાદ છે. તો ડખો થયા બાદ હરભજન સિંહે આઈપીએલમાં પણ શ્રીસંતને થપ્પડ મારી હતી. આ વિવાદ પણ ઘણો ફેમસ થયો હતો.

ભારતે ૨૦૦૭માંT૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો અને ગંભીરે પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલમાં અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે વર્ષ ૨૦૧૧માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પણ ગંભીરે ૯૭ રનની ઇનિંગ રમીને ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ બંને ટીમમાં શ્રીસંત પણ ટીમનો એક સદસ્ય હતો.SS1NS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.