Western Times News

Gujarati News

VGGS 2024: 12મી ડિસેમ્બરે ઈન્દોરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રોડ શૉ યોજાશે

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણના માનનીય મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર ઈન્દોર રોડ શૉને સંબોધશે

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ગુજરાતની ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષમતાને દર્શાવવા માટે ગુજરાત સરકાર 12 ડિસેમ્બરે ઈન્દોરમાં રોડ શૉનું આયોજન કરવા જઈ રહી છે.

10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને નવી દિલ્હીમાં કર્ટેન રેઈઝર ઈવેન્ટ બાદ, અત્યાર સુધી ગુજરાત સરકારે મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, બેંગલુરુ અને ગુવાહાટીમાં રાષ્ટ્રીય કક્ષાના રોડ શૉ કર્યા છે. વધુમાં, VGGS 2024 પ્રતિનિધિમંડળે જાપાન, જર્મની, ઇટાલી, ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, UAE અને USAની પણ મુલાકાત લીધી છે.

આ રોડ શૉ અને પ્રતિનિધિમંડળોની મુલાકાતોએ ગુજરાતમાં IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, બાયોટેકનોલોજી અને પ્રવાસન જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ એક્સપ્લોર કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કર્યું છે.

આ પ્રતિનિધિમંડળોનું લક્ષ્ય GIFT સિટી, ધોલેરા SIR અને બાયોટેક પાર્ક જેવા ફ્યુચરિસ્ટિક મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણ આકર્ષવાનું છે. આ રોડ શૉએ ઉદ્યોગ અને વ્યાપારી અગ્રણીઓ સાથે ચર્ચાઓ કરવા માટે અને આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી VGGSમાં તેમને આમંત્રિત કરવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું.

ગુજરાત સરકારના માનનીય આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર રોડ શૉનું નેતૃત્વ કરશે અને ઈન્દોરમાં સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણના માનનીય મંત્રી સુશ્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહેશે.

FICCI-MP સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી દિનેશ પાટીદારના સ્વાગત પ્રવચન સાથે રોડ શૉની શરૂઆત થશે. ત્યાર બાદ વાઇબ્રન્ટ ગુજરાત 2024, ધોલેરા SIR અને GIFT સિટી પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મો દર્શાવવામાં આવશે. ગુજરાત સરકારના ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીના (IAS) ગુજરાતમાં બિઝનેસની તકો વિશે પ્રેઝન્ટેશન આપશે.

રોડ શૉનું સમાપન FICCI-MP સ્ટેટ કાઉન્સિલના પેનલ ઓન ટ્રેડ પ્રમોશનના ટ્રેડ યુનિયન કન્વીનર શ્રી કુણાલ જ્ઞાની દ્વારા આભાર વિધિ સાથે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.