Western Times News

Gujarati News

સોશિયલ મીડિયા પર ઉડ્યો સુહાના-અગત્સ્યનો મજાક

મુંબઈ, ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં ત્રણ સુપરકિડ્‌સ સુહાના ખાન, અગત્સ્ય નંદા અને ખુશી કપૂરે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મ નેટફ્લિક્સ પર ૭ ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને દર્શકોનો મિક્સ અભિપ્રાય જાેવા મળ્યો હતો. નોંધનીય છે કે જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગત્સ્ય નંદાને ટ્રોલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહી છે. ધ આર્ચીઝમાંથી અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરની ક્લિપ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘એક્ટિંગ અહીં ખતમ થાય છે.’

અન્ય એક યુઝરે વિડિયો શેર કરતી વખતે અન્ય યુઝરે લખ્યું, ‘મેં ધ આર્ચીઝ જાેવાની હિંમત બતાવી, પરંતુ આ સીન જાેયા પછી હું સહન ન કરી શક્યો.’ વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝર્સ ત્રણેય સ્ટાર કિડ્‌સની એક્ટિંગની ટીકા કરી રહ્યા છે. ‘ધ આર્ચીઝ’ના મોટાભાગના રિવ્યુએ તેની પ્રશંસા કરી છે.

પરંતુ સુહાના, ખુશી અને અગસ્ત્યના અભિનય પર લોકોના અભિપ્રાય મિક્સ હતા, જેનાથી નેપોટિઝ્‌મની ચર્ચામાં વધારો થયો છે. ઝોયા અખ્તરના ડિરેક્શનમાં બનેલી ‘ધ આર્ચિઝ’માં વેદાંગ રૈના, મિહિર આહુજા, યુવરાજ મેંડા અને અદિતિ ડૉટએ પણ લીડ રોલ નિભાવ્યો હતો. ફિલ્મના ડાયલોગ ફરહાન અખ્તરે લખ્યા છે. ફિલ્મ ૧૯૬૪ના સમયની બતાવવામાં આવી છે.

જ્યારથી ‘ધ આર્ચિઝ’ બનવાની ખબર સામે આવી, ત્યારથી ફક્ત સુહાના ખાન, અગત્સ્ય નંદા અને ખુશી કપૂરના ડેબ્યુની વાત થઈ રહી હતી, જાેકે ફિલ્મમાં બીજા પણ ઘણાં ટેલેન્ટેડ એક્ટર્સ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.