Western Times News

Gujarati News

અનુષ્કા શર્મા બેસ્ટ પત્ની હોવાની સાથે-સાથે સુપર મોમ પણ છે

મુંબઈ, અનુષ્કા શર્મા અને ક્રિકેટર પતિ વિરાટ કોહલી આજે પણ અનેક લોકોના દિલમાં રાજ કરે છે. અનુષ્કા અને વિરાટ પોતાની આગવી ઓળખથી લોકોને ખુશ કરી દે છે. આ ક્યૂટ કપલે એક ફેરી ટેલ વેડિંગમાં એકબીજાનો સાથ નિભાવવાની કસમ ખાધી હતી. અનેક વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને પછી લગ્ન કરવાનો ર્નિણય લીધો.

અનુષ્કા અને વિરાટ હવે વામિકાના પ્રાઉડ પેરેન્ટ્‌સ છે જેમને વર્ષ ૨૦૨૧માં દીકરીને જન્મ આપ્યો. આજ રોજ એટલે કે ૧૧ ડિસેમ્બરના રોજ વિરાટ-અનુષ્કા છઠ્ઠી એનિવર્સરી મનાવી રહ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન સૌથી ખૂબસુરત લગ્નમાંથી એક હતી. પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા ત્યારે વિરાટ એકદમ ખુશ જાેવા મળી રહ્યો હતો.

તસવીર શેર કરીને એક્ટ્રેસ લખ્યુ છે કે આજે અમે એકબીજા સાથે હંમેશા માટે પ્રેમના બંધનમાં બંધાવવાનો ર્નિણય કર્યો છે. અમે રિયલમાં તમારી સાથે આ વાત શેર કરીને બહુ ખુશ છીએ. અમારા પરિવાર અને સપોર્ટથી આ દિવસ ખાસ બની જશે. અમારી સફરનો મહત્વનો હિસ્સો બનાવવા માટે ધન્યવાદ. હાલમાં વિરાટ-અનુષ્કાની આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે.

કપલની ગાર્ડન વેડિંગ એ સમયે સૌથી ટ્રેન્ડી ટોપિક્સમાંથી એક હતી. અનુષ્કા અને વિરાટના લગ્નની આ તસવીરો આજે પણ લોકો માટે એક પરફેક્ટ પિક્ચર બની રહે છે. અનુષ્કા હંમેશા પોતાની આગવી અદાઓથી લોકોની ખુશ કરી દે છે, જ્યારે વિરાટ ક્રિકેટની પીચ પર આવતાની સાથે લોકો સીટીઓ વગાડવા લાગે છે. આમ આ કપલની એક-એક તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડે છે.

ઉલ્લેખનીય છે કે અનુષ્કા અને સુઈ ધાગાના કો-સ્ટાર વરુણ ધવન ફિલ્મ ક્રિટીક અનુપમા ચોપરા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, તે અને વિરાટ તેમની કારકિર્દીના સારા-નરસા પડાવોનો સામનો કેવી રીતે કરે છે. જવાબમાં અનુષ્કા જણાવે છે કે, અમે સફળતા અને નિષ્ફળતાને ગંભીરતાથી લેતા નથી. તેણે કહ્યું કે તેઓ સાદું જીવન જીવવામાં માને છે.

વધુમાં અનુષ્કાએ જણાવ્યું કે, મેં વિશ્વના સૌથી શ્રેષ્ઠ પુરૂષ સાથે લગ્ન કર્યા છે. ઇટલીમાં પરીવાર અને અંગત મિત્રોની હાજરીમાં આ કપલે વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. એક સમયે વિરાટ જણાવ્યુ હતુ કે અનુષ્કાએ તેનું જીવન વધુ સારું બનાવ્યું છે. અનુષ્કા તેની ગર્લફ્રેન્ડ હતી ત્યારથી લઇને તેની પુત્રી વામિકાની માતા બની ત્યાં સુધી તેના ક્રિકેટર પતિને મેચમાં ચીયર કરતી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.