Western Times News

Gujarati News

પૂજા બત્રાના પિતા ભારતીય સેનામાં કર્નલ રહી ચુક્યા છે

મુંબઈ, હકીકતમાં, અહીં અમે ભારતીય ફિલ્મ એક્ટ્રેસ પૂજા બત્રાની વાત કરી રહ્યા છીએ. એક્ટ્રેસના પિતા રવિ બત્રા ભારતીય સેનામાં કર્નલ રહી ચુક્યા છે. તેની માતા ૧૯૭૧ની મિસ ઈન્ડિયા સ્પર્ધક નીલમ બત્રા છે. તેને બે ભાઈઓ છે. પૂજા બત્રા શહીદ સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના સંબંધી છે, જેણે ભારતના સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા છે.

આ રીતે, એક્ટ્રેસ એક આર્મી બેકગ્રાઉન્ડમાં રહી છે અને પડદા પર તે પોતાની ક્ષમતાના દમ પર આવી છે. પૂજાએ ૧૯૯૩માં ફેમિના મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં રનર અપનો ખિતાબ જીત્યો હતો અને ૧૯૯૩માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

જ્યારે પૂજા બત્રા નાની હતી, ત્યારે તે તેના પરિવાર સાથે લુધિયાણામાં રહેતી હતી અને તેની સ્કૂલના દિવસોમાં એથલીટ હતી. એક્ટ્રેસ બાળપણમાં ૨૦૦ અને ૪૦૦ મીટરની રેસમાં ભાગ લેતી હતી. તેમણે પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

ત્યારબાદ, તેણે સિમ્બાયોસિસ, પુણેથી માર્કેટિંગમાં MBA કર્યું અને પછી તેણે ૧૯૯૩માં મિસ ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો. ત્યારબાદ તેણી ફિલ્મના પડદાં પર આવી. ૨૭ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ, પૂજા બત્રાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત Aasai થી કરી હતી, જે એક તેલુગુ ફિલ્મ હતી. ૧૯૯૫માં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો પરંતુ તેમાં તે કેમિયો રોલમાં હતી. આ પછી તે Sisindri માં લીડ તરીકે જાેવા મળી હતી. તેણે મલયાલમ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સાઉથ બાદ, અભિનેત્રીએ અનિલ કપૂર અને તબ્બુ સ્ટારર ૧૯૯૭ની બોલિવૂડ ફિલ્મ ‘વિરાસત’થી હિન્દીમાં ડેબ્યુ કર્યુ હતું. ફિલ્મમાં પોતાની સુંદરતાથી તેણે દર્શકોનું દિલ જીત્યું હતું અને પોતાની પહેલી ફિલ્મમાં તેણે પોતાના પ્રદર્શન માટે સકારાત્મક સમીક્ષા થઈ હતી. પૂજાએ ગોવિંદા, સંજય દત્ત, અનિલ કપૂર અને સુનીલ શેટ્ટી જેવા ૯૦ના દાયકાના ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

તેની કેટલીક ફિલ્મોમાં હસીના માન જાયેગી, ભાઈ, તલાશ અને નાયકનો સમાવેશ થાય છે. પૂજા તેના ફિલ્મી કરિયરમાં સામાન્ય રીતે સફળ રહી હતી અને એવું માનવામાં આવતું હતું કે તે નવી ઊંચાઈએ પહોંચશે, પરંતુ અચાનક તેણે લગ્ન પછી ઈન્ડસ્ટ્રી છોડવાનો ર્નિણય કર્યો. લગભગ ૩૦ ફિલ્મો કર્યા પછી, પૂજાએ ૨૦૦૨માં યુએસએ સ્થિત ડૉ. સોનુ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા. એ એવો સમય હતો જ્યારે અભિનેત્રીઓ લગ્ન પછી ફિલ્મો નહોતી કરતી અને પૂજાએ પણ એવું જ કર્યું હતું. તેણી યુનાઇટેડ સ્ટેટ્‌સમાં શિફ્ટ થઈ ગઈ અને તેના ચાહકોને નિરાશ કરીને ઇન્ડસ્ટ્રી છોડી દીધી.

જાે કે, લગ્નના ૯ વર્ષ પછી, યુગલે ૨૦૧૧માં છૂટાછેડા માટે અરજી કરી હતી. તે સમયે એવા અહેવાલ હતા કે પૂજાને હોલિવુડમાંથી ઓફર મળી રહી હતી પરંતુ તેનો પતિ તેના શોબિઝમાં ફરીથી સામેલ થવાના વિચારની ખિલાફ હતાં. પોતાના પહેલા પતિની તલાક બાદ એક્ટ્રેસ ભારત પરત આવી અને બોલિવૂડમાં પોતાની બીજી પારી શરુ કરી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.