Western Times News

Gujarati News

ભારતી સિંહ શાહરુખ ખાનની સાથે ફિલ્મ કરશે?

મુંબઈ, ફેમસ કોમેડિયન ભારતી સિંહે પોતાના દમ પર એક અલગ જ ઓળખાણ બનાવી છે. ફેમસ કોમેડિયન ભારતી સિંહ પૂરી દુનિયામાં પોતાની શાનદાર કોમેડી એક્ટિંગથી જાણીતી છે. ભારતી સિંહ અનેક ટીવી શો અને રિયાલિટી શોમાં નજરે પડી છે. ભારતી કોમેડી સિવાય હોસ્ટિંગ અને એક્ટિંગ કરીને પણ પોતાની દુનિયામાં આગવું નામ બનાવી દીધુ છે. ભારતી સિંહનો ફેન વર્ગ બહુ મોટો છે.

જાે કે ભારતી સિંહે પાપારાઝી સામે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભારતી સિંહ જલદી શાહરુખ ખાનની ફિલ્મમાં નજરે પડશે. ભારતી સિંહના ફેન શાહરુખની સાથે એને જાેવા માટે ખૂબ ખુશ છે. જાે કે આ વાત જાણીને ફેન્સ પણ ખૂબ એક્સાઇટેડ છે. કોમેડિયન ભારતી સિંહને પાપારાઝીએ સ્પોટ કરી. આ દરમિયાન ભારતી સિંહ હંમેશાની જેમ પાપારાઝીની સાથે મસ્તી-મજાક કરતી જાેવા મળતી હોય છે.

સોશિયલ મિડીયા પર ભારતીનો આ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એ કિંગ ખાનની સાથે વાત કરતી જાેવા મળે છે. આ વિડીયોમાં ભારતી સિંહ પાપારાઝી સાથે હસી-મજાક કરીને ખુલાસો કરે છે અને શાહરુખ ખાનની સાથે ફિલ્મ કરશે. શાહરુખ ખાન અને ભારતી સિંહને એક સાથે ફિલ્મમાં જાેવા માટે ખૂબ એક્સાઇટેડ છે.

જાે કે શાહરુખ ખાન અને ભારતી સિંહે અત્યાર સુધીમાં આ વાત વિશે કોઇ ઓફિશિયલ એનાઉસમેન્ટ કર્યુ નથી. વિડીયોમાં આગળ ભારતી સિંહ કહે છે કે ઇન્જેક્શન લગવા કર આઇ ઔર યે લોક ભારતી જી ભારતી જી..ભાઇ મુઝે દર્દ હો રહા હૈ..પછી હસી મજાક કરવા લાગે છે. આમ, બધાની વચ્ચે કહે છે કે અચ્છા મે એક ફિલ્મ કર રહી હૂં શાહરુખ ખાન કે સાથ..

આ પછી તરત પોતાનું મોં છુપાવી લે . ત્યારબાદ વારંવાર પાંડે જીનું નામ લઇને જતી રહે છે. લોકોને હસી-હસીને લોટપોટ કરનાર કોમેડિયન ભારતી સિંહ અનેક રિયાલિટી શો સિવાય ધ કપિલ શર્મા શોમાં નજરે પડી છે. આ શો સિવાય બ્લોગ અને સોશિયલ મિડીયા દ્રારા કનેક્ટેડ રહે છે. ભારતી સિંહે પોતાની કરિયરની શરૂઆત સોની ટીવીના મશહુર શો ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સાથે કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.