Western Times News

Gujarati News

મહેસાણા: એક્ટિવા ચાલકે વૃદ્ધને લાકડીઓથી ફટકાર્યો

મહેસાણા, મહેસાણામાં એક્ટિવા ચાલકે વૃદ્ધને માર માર્યાની ઘટના સામે આવી છે, જિલ્લાના કડી તાલુકામાં આ ઘટના ઘટી છે, રાહદારી વૃદ્ધે એક્ટિવા ચાલકને ધીમું હંકારવાનું કહેતા મામલો બિચક્યો હતો અને બાદમાં મારામારી પર પહોંચ્યો હતો. આ મામલે અત્યારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના કડીના નદાસણ ગામે ગઇકાલે મારામારીની એક વિચિત્ર ઘટના ઘટી હતી, ગામમાં એક યુવાન એક્ટિવ લઇને જઇ રહ્યો હતો, તે પુરપાટ ઝડપી એક્ટિવા હંકારી રહ્યો હતો, આ દરમિયાન રાહદારી વૃદ્ધે તેને એક્ટિવા ધીમુ હંકારવાનું કહેતા બબાલ થઇ હતી. બબાલ વધી જતાં એક્ટિવા ચાલકે વૃદ્ધ પર હુમલો કર્યો હતો, વૃદ્ધને લાકડીઓ વડે માર માર્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી શરૂ કરી છે. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.