Western Times News

Gujarati News

ખુશી કપૂરે ઈબ્રાહિમ અલી ખાન સાથે એક ફિલ્મ સાઈન કરી છે

મુંબઈ, દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની દિકરી ખુશી કપૂરે તાજેતરમાં ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. ખુશીની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ખુશીના હાથમાં બીજી મોટી ફિલ્મ આવી ગઈ છે અને તે આ ફિલ્મમાં સારા અલી ખાનના ભાઈ અને સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

ખાસ વાત એ છે કે આ રોમ-કોમ ફિલ્મના મેકર કરણ જોહર છે. પિંકવિલાના અહેવાલ મુજબ, એક સૂત્ર પાસેથી માહિતી મળી છે કે ઇબ્રાહિમ અલી ખાન અને ખુશીએ એક ફિલ્મ સાઇન કરી છે અને આ પ્રોજેક્ટનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સીધી ડિજિટલમાં રિલીઝ થશે. અહેવાલ અનુસાર, સૂત્રએ જણાવ્યું હતું કે, “તેમની ડિજિટલ વિંગ, ધર્માટીક્સ દ્વારા નિર્મિત ડાયરેક્ટ-ટુ-ડિજિટલ પ્રોજેક્ટ તરીકે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે અને તેનું નિર્દેશન શૌના ગૌતમ કરશે.

નિર્માતાઓ સ્ટ્રીમિંગ અધિકારો માટે અગ્રણી ઓટીટી પ્લેયર સાથે વાતચીત કરી રહ્યા છે. “જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દિગ્દર્શક તરીકે પદાર્પણ કરવા તૈયાર રહેલી શૌના ગૌતમે કેટલાક મોટા બેનરની બોલિવૂડ ફિલ્મોમાં એડી તરીકે કામ કર્યું છે.

આ વર્ષની શરૂઆતમાં, તે રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે સંકળાયેલી અને ૨૦૧૮ માં તે રાજુ હિરાનીના માર્ગદર્શન હેઠળ છડ્ઢ તરીકે રણબીર કપૂર સ્ટારર સંજુનો ભાગ હતી. સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પહેલેથી જ તેના અભિનયના ડેબ્યૂ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈબ્રાહિમ કાજોલ સાથે એક રોમાંચક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની વિગતો હાલ માટે ગુપ્ત રાખવામાં આવી છે. ખુશીએ હાલમાં જ ધ આર્ચીઝમાં ડેબ્યુ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.