Western Times News

Gujarati News

ગ્રાંટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર, અધ્યાપર સહાયકો માટે મોટા સમાચાર છે. ગ્રાંટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જી હા…બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

જેમાં પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ માટે લાભ મળશે. ઓગસ્ટ ૨૦૦૫ના ઠરાવથી નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકને લાભ મળશે, આવા બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની ફિક્સ પે ની સેવાઓને સળંગ ગણાશે. ફિક્સ પે વખતના પાંચ વર્ષના સમયગાળાને શરતોને આધિન ગણતરીમાં લેવાશે. પ્રમોશન , સિનિયોરીટી , હાયર સ્કેલ અને નિવૃત વિષેયક લાભો માટે ફિક્સ પે ના પાંચ વર્ષને પણ ગણતરીમાં લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.

ઠરાવા મુજબ, રાજયની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં વિભાગના તા.૨૫/૦૮/૨૦૦૫ના ઠરાવથી નિમણૂક પામેલ અધ્યાપક સહાયકને તેઓની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓનેબઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો આપવા માટે સેવા તરીકે નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે.

આવી ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ અને નિવૃત્તિ વિક લાભોની ગણતરી માટે જ ધ્યાને લેવાશે,, આ વિવાય અન્ય કોઇપણ પ્રકારના સેવાકીય/નાણાકીય લાભ મળવા પાત્ર થશે નહીં.

આ ફિક્સ પગારની સેવા ધ્યાને લેવાને કારણેપગારબાંધણી થતાં નક્કી થતાં પગારનો તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સંપૂર્ણ સમયગાળા સુધીનો કોઇપણ તફાવત ચએરીયસૃ રોકડમાં કે અન્ય કોઇપણ રીતે ચૂકવવા પાત્ર થશે નહી. અર્થાત તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે આ ગણતરીમાં નોશનલ કરવાની રહેશે તેમજ તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળાનું કોઇ એરીયર્સ મળવા પાત્ર થશે નહીં.

આ ફિક્સ પગારની સેવાના સમયગાળા માટે કોઇપણ પ્રકારના ઇજાફા ગણતરીમાં, નોશનલના હેતુ માટે પણ ધ્યાને લેવાના રહેશે નહીં. જે કર્મચારીઓને હાલની તારીખે જુની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જુની પેન્શન યોજના લાગુ પડશે. જે કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે તેઓને નવી પેન્શન યોજના જ લાગુપડશે. અર્થાત ફિક્સ પગારની નોકરીનો સમયગાળો ધ્યાને લેવાના કારણે તેઓને હાલમાં લાગુ પડેલી પેન્શન યોજનામાં કોઇ ફેરફાર કરવામાંઆવશે નહીં. આ લાભો ૦૧-૦૪-૨૦૧૯ની અસરથી મળવા પાત્ર થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.