Western Times News

Gujarati News

સરકારે ૧૨૦૦થી વધુ મદરેસાના નામ બદલીને એમઈ સ્કૂલ કર્યા

ઈમ્ફાલ, અસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ ૧૨૦૦થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી એમઈસ્કુલ તરીકે ઓળખવામાં આવશે.

આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યના ૩૧ જિલ્લાઓમાં ૧૨૮૧ મદરેસાઓના નામ બદલીને તેમને પ્રાથમિક શિક્ષણ નિયાકની હેઠળની નિયમિત શાળાઓમાં ફેરવવામાં આવ્યા છે.

આ અંગેનો રાજ્યના શિક્ષણમંત્રી પ્રધાન રનોજ પેગુએ આદેશ જાહેર કર્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર નવી શાળાઓની યાદી શેર કરી હતી અને સાથે લખ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેબા) હેઠળના તમામ સરકારી અને પ્રાંતીય મદરેસાઓને સામાન્ય શાળાઓમાં ફેરવવાના પરિણામે શાળા શિક્ષણ વિભાગે ૧૨૮૧ મદરેસાઓના નામ બદલીને મિડલ ઈંગ્લિશ (એમઈ) સ્કુલ રાખવામાં આવ્યું છે.

આસામ સરકારે જાન્યુઆરી ૨૦૨૧માં એક કાયદો પસાર કર્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી મદરેસાઓને નિયમિત શાળાઓમાં ફેરવવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો.

આનાથી પ્રાઈવેટ મદરેસા સિવાય ૭૩૧ મદરેસા અને અરબી કોલેજાેને અસર થઈ હતી, જે સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આસામ (સેબા), આસામ હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ (એએચએસઈસી) અને સ્ટેટ મદરેસા એજ્યુકેશન બોર્ડ હેઠળ હતા.

ઉલ્લેખનીય છે કે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આ વર્ષે જ કર્ણાટકમાં એક રેલીને સંબોધન કરતી વખતે દાવો કર્યો હતો કે તેમની સરકારે ૬૦૦ મદરેસાને બંધ કરી દીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યના તમામ મદરેસાઓ બંધ કરવામાં આવશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.