Western Times News

Gujarati News

બાયડેન-પુત્ર સામે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી

વોશિંગ્ટન, યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જાે બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી.

જાે કે બાયડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું હતું. રિપબ્લિકન-નિયંત્રિત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગઈકાલે રાષ્ટ્રપતિ જાે બાયડેન સામે મહાભિયોગની તપાસને ઔપચારિક ઠરાવને મંજૂરી આપી હતી.

ગૃહમાં રાષ્ટ્રપતિ બાયડેન વિરુદ્ધ મહાભિયોગ તપાસની તરફેણમાં ૨૨૧ વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં ૨૧૨ વોટ પડ્યા હતા. જાે કે રાષ્ટ્રપતિ જાે બાયેડને તેમની વિરુદ્ધ મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવા માટે ગૃહના મતને ‘પાયા વિનાનો રાજકીય સ્ટંટ’ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે અમેરિકનોના જીવનને સુધારવામાં મદદ કરવાને બદલે, તેઓ મારા પર જુઠ્ઠાણાથી હુમલો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રાષ્ટ્રપતિ જાે બાયડેનના પુત્ર હન્ટર પર યુક્રેન અને ચીનમાં તેમના વ્યવસાયિક વ્યવહારમાં કુટુંબના નામ પર અસરકારક રીતે વેપાર કરવાનો આરોપ છે અને તેના પર ૧.૪ મિલિયન ડોલરની કરચોરીનો આરોપ છે, જ્યારે હન્ટર વૈભવી જીવનશૈલી જીવવા માટે લાખો ડોલરનો ખર્ચ કરી રહ્યો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.