Western Times News

Gujarati News

પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને પ્યૂનની ૨.૫૦ લાખની લાંચ લેવાના મામલે ધરપકડ કરાઈ

સુરત, મહાનગરપાલિકા માં પાલિકાની આબરૂને કલંક લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલા લાંચ લેતા ઝડપાયા છે. આ ઉપરાંત કારકુન સાથે પ્યૂનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલાએ ફરિયાદી પાસે લાંચ માગી હતી.ફરિયાદીને પાલિકા તરફથી જે ઇલેક્ટ્રિક કામ માટેનો ઓર્ડર મળ્યો હતો. ઓર્ડર મળ્યા બાદ ડિપોઝિટ પરત આપવા માટે ૨ લાખ ૫૦ હજારની લાંચ માંગવામાં હતી.

આ લાંચની રકમ સ્વીકારવા માટે પંચોલી સોસાયટીમાં મળવાનું હતું. લાંચની રકમ સ્વીકારવા તેજસ આરીવાલાએ તેમના પ્યૂનને લાંચની રકમ લેવા મોકલ્યો હતો. અહીં અગાઉથી છઝ્રમ્એ છટકું ગોઠવી રાખ્યું હતું..

ફરિયાદીએ લાંચ વિશે કરેલી ફરિયાદના આધારે છઝ્રમ્ ને રકમ સ્વીકારતા પ્યૂનને પકડી લીધો હતો. ત્વરિત એક્શનના કારણે પાલિકા કર્મચારી તેજસ આરીવાલાની પણ તરત ધરપકડ કરી લેવાઈ હતી.  બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.