Western Times News

Gujarati News

ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં ૬ મહિનાનો કરાયો વધારો

ગાંધીનગર, ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદે બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ હતી. જેને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજી વાત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરી હજી ૬ મહિનાનો વધારો કરાયો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જોકે અગાઉ બે વાર ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત આપ્યા બાદ પણ નાગરિકોની ફરિયાદને આધારે હજી ૬ મહિના સુધી મુદ્દત આપવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકારની ધારણા કરતાં ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા ૧૭ ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ ૬ મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગેરકાયદે અને પરવાનગી વગરના બાંધકામોનો રાફડો ફાટ્યા બાદ સરકારે ઓક્ટોબર-૨૨માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા આપવા કવાયત કરી હતી. જોકે હવે સવા વર્ષની મુદત પૂર્ણ થઈ ગયા બાદ ૧૭ ડિસેમ્બરથી ૬ મહિનાનું એક્સ્ટેન્શન જાહેર કર્યું છે. જેને લઈ હવે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.