Western Times News

Gujarati News

બોયફ્રેન્ડ સિદ્ધાંતને સપોર્ટ કરવા પહોંચી નવ્યા નંદા

મુંબઈ, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેત્રી અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે. જેનું સ્ક્રીનિંગ આજે મુંબઈમાં રાખવામાં આવ્યું હતું. અનન્યા પાંડે ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે રોમાન્સ કરતી જોવા મળશે. જે ૨૬ ડિસેમ્બરે દ્ગીંકઙ્મૈટ પર સ્ટ્રીમ થશે. રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અનન્યા અને સિદ્ધાંત પોતાના કોસ્ટાર સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. અનન્યા પાંડે તેની ફિલ્મની સ્ક્રીનિંગમાં શાનદાર લાગી રહી હતી. તેણે ક્રોપ ટોપ સાથે બ્લુ ડેનિમ પહેર્યું હતું. ફિલ્મના સ્ક્રિનિંગ સમયે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદીને સપોર્ટ કરવા પહોંચી હતી. આ સિવાય અભિનેત્રી જન્નત ઝુબૈરે પણ આ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. જે આ દરમિયાન એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અભિનેતા નિખિલ દ્વિવેદી પણ ‘ખો ગયે હમ કહાં’ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.