Western Times News

Gujarati News

ઋત્વિક રોશનની Ex પત્ની સુઝૈને સેલિબ્રેટ કર્યો બોયફ્રેન્ડનો બર્થ-ડે

મુંબઈ, ગઈકાલે ઋÂત્વક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોનીનો જન્મદિવસ તેના ઘરે ઉજવ્યો હતો. આ ફંક્શનમાં અનેક સેલેબ્સ સામેલ થયા હતા. ઋÂત્વક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.ગઈકાલે સુઝૈને તેના બોયફ્રેન્ડના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. અર્સલાન ગોનીના જન્મદિવસની ઉજવણીમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

સોનલ ચૌહાણે સુઝૈન ખાનના બોયફ્રેન્ડ અર્સલાનની બર્થડે પાર્ટીમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન સોનલે બ્લૂ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અર્સલાન ગોનીની બર્થડે પાર્ટીમાં મીઝાન જાફરી પણ સામેલ થયો હતો.

મીઝાને બ્લેક ટી અને ગ્રે જીન્સ પહેર્યું હતું અને તે એકદમ હેન્ડસમ લાગી રહી હતી. સુઝૈન ખાનના બોયફ્રેન્ડના જન્મદિવસની ઉજવણીમાં ટીવી ક્વીન એકતા કપૂરે પણ હાજરી આપી હતી. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન પણ ગોનીની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. બોલિવૂડના બીજા ઘણા સેલેબ્સે પણ ગોનીની પાર્ટીમાં પહોંચીને ખૂબ જ મસ્તી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.